નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 23452 પર પહોંચી છે. સાંજે સાડા પાંચ વાગ્યે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1752 નવા કેસ નોંધાયા છે, જ્યારે 37 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે કલ મૃત્યુઆંક 723 પર પહોંચ્યો છે અને 4814 દર્દીઓ સ્વસ્થ થયા છે.




આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય યોગ્ય સમય પર લેવામાં આવ્યો હતો, આ કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે પ્રભાવી રહ્યું. અધિકારીએ કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યા બે ગણા થવાનો સમયગાળો હાલ 10 દિવસનો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે અમે જિલ્લા અને રાજ્ય સ્તર પર સામુદાયિક દેખરેખ વ્યવસ્થા લાગૂ કરી રહ્યા છીએ. છેલ્લા 28 દિવસમાં 15 જિલ્લામાં કોઈ નવો કેસ સામે નથી આવ્યો. અત્યાર સુધીમાં 80 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી નવો કેસ સામે નથી આવ્યો.

આંધ્રપ્રદેશ- 955, અંદમાન નિકોબાર-22, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-36, બિહાર-176, ચંદીગઢ-27, છત્તીસગઢ-36, દિલ્હી-2376, ગોવા-7, ગુજરાત- 2624, હરિયાણામાં-272, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-427 કોરોના પોઝિટિવ છે.