બોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભોપાલમાં રેલી સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું કે કૉંગ્રેસ સરકાર પર કીચડ ઉછાળી રહી છે. કારણ કે તેમને વિકાસ જેવા મુદ્દા પર ચર્ચા કરવાના મુકાબલે આ સરળ લાગે છે. પરંતુ જેટલો કીચડ ઉછાળશે તેટલું જ કમળ ખીલશે. પીએમ મોદીએ કહ્યું કૉંગ્રેસ પાર્ટી હવે દેશમાં ગઠબંધન કરી શકતી નથી. તેથી દેશની બહાર ગઠબંધન શોધી રહી છે. સત્તા ગુમાવ્યા બાદ આ પાર્ટીએ સતુલન પણ ગુમાવી દીધું છે.
કૉંગ્રેસ પાર્ટી હારના ડરથી ગઠબંધન કરી રહી છે. સત્તાના નશામાં નાની નાની પાર્ટીઓને કચડી નાખનારી કૉંગ્રેસ આજે તે પાર્ટીઓના પકડી રહી છે. સત્તા માટે કોઈ પણ પાર્ટીના ખોળામાં બેસવા તૈયાર છે.
ભોપાલમાં આયોજીત બીજેપી કાર્યકર્તાઓના મહાકુંભને સંબોધંન કરતા પીએમ મોદીએ કૉંગ્રેસની મજાક ઉડાવતા કહ્યું કે 125 વર્ષ જૂની પાર્ટીની આવી સ્થિતી થઈ ગઈ છે કે, તેને ગઠબંધન માટે નાના નાના દળો પાસે ભીખ માંગવી પડી રહી છે. જો કૉંગ્રેસને ગઠબંધન માટે સહયોગી પાર્ટીઓ મળી જશે તો પણ તેઓ સફળ નહીં થાય.
મોદી સરકાર દેશની જનતા માટે સમાજિક ન્યાયમાં વિશ્વાસ રાખે છે. અને તેમનો ‘સૌનો સાથ સૌનો વિકાસ’ માત્ર નારો જ નથી.પીએમ મોદીએ વિશ્વાસ અપાવ્યો કે આગામી મધ્યપ્રદેશન વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ભાજપને જીત મળશે. આ રેલીમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં.
વડાપ્રધાને કહ્યું કે દેશમાં વોટબેંકની રાજનીતિએ સમાજને બરબાદ કરી દીધું છે. આઝાદીના 70 વર્ષમાં જે બરબાદી આવી તેનાથી જો દેશને બચાવવો છે તો આ વોટબેંકની રાજનીતિને ખતમ કરવી પડશે. વોટબેંકની રાજનીતિ કરનારાં દેશના નાના-નાના ટુકડાઓમાં વહેંચી દીધું છે.