વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, “મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં થયેલા આ હુમલાની આકરી નિંદા કરું છું. હું તમામ શહીદોને સલ્યૂટ કરું છું. તેઓનું બિલદાન ક્યારેય નહીં ભૂલાય ”
પોલીસે જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં IED બૉમ્બ દ્વારા જવાનોના કાફલા પર નક્લીઓએ હુમલો કર્યો છે, આ બ્લાસ્ટમાં 16 જવાનો શહીદ થયા હતા, હુમલામાં જે જવાનો શહીદ થયા હતા તે મહારાષ્ટ્રની C60 ફોર્સના કમાન્ડો હતા. પોલીસની જે વાન પર હુમલો થયો હતો તેમાં કુલ 16 જવાનો શહીદ સવાર હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આજે સવારે પણ નક્સલીઓએ ગઢચિરૌલીમાં 25 ગાડીઓને આગચંપી કરી હતી.
મહારાષ્ટ્રમાં મોટો નક્સલી હુમલો, પેટ્રૉલિંગ કરતી પોલીસ વાન પર નક્સલીઓએ IED ફેંક્યા, 16 જવાન શહીદ
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનથા સિંહે નક્સલી હુમલાની ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સરકારને તમામ સહાય કરવાનો વિશ્વાસ આપ્યો છે. રાજસ્થા આ હુમલાને કાયરતાપૂર્ણ અને હતાશાપૂર્ણ ગણાવ્યો છે.