શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, દેશની સલામતી ખાતર અને સલામતી દળોને શંકાસ્પદ લોકોને ઓળખવામાં તકલીફ ન પડે તે માટે જાહેર સ્થળો પર બુરખા પહેરવા પર પ્રતિબંધ હોવો જોઇએ. જાહેરમાં બુરખા પહેરવાથી દેશની સુરક્ષા પર ખતરો આવી શકે છે.
એક અખબારી અહેવાલ મુજબ, શ્રીલંકાની સરકારે જાહેરમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મુકવા માટે સ્થાનિક મસ્જિદો અને મુસ્લિમ સમાજનાં આગેવાનો સાથે ચર્ચા કરી હતી. એવી દલીલ કરવામાં આવી રહી છે કે, પરંપરાગત રિતરીવાજોમાં મુસ્લિમો ક્યારેય બુરખા પહેરતા નહીં. પણ 1990નાં ખાડી યુદ્ધ પછી મહિલાઓમાં બુરખા પહેરવાની શરૂઆત થઇ છે. શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકાઓ સમયે શકમંદો બુરખામાં આવ્યા હોવાની શંકા છે.