નવી દિલ્હી: રાજ્યસભા સાંસદ અમર સિંહનું 64 વર્ષની વયે સિંગાપુરની એક હોસ્પિટલમાં આજે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા અને તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું. તેમના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને તેમને એક ઉર્જાવાન નેતા ગણાવ્યા જેમણે દેશની રાજનીતિક ઉતાર ચઠાવને નજીકથી જોયું.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “અમર સિંહજી ઉર્જાવાન નેતા હતા અને છેલ્લા કેટલાક દાયકામાં દેશની રાજનીતિના મહત્વાના ઉતાર -ચઢાવ તેમણે ખૂબજ નજીકથી જોયા. તેઓ પોતાના જીવનમાં મિત્રતા માટે જાણીતા હતા. તેમના નિધનના સમાચાર સાંભળીને દુખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ સંવેદનાઓ વ્યક્ત કરું છું. ”


રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત રાજકીય નેતાઓએ અમરસિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.



અમરસિંહે 5 જુલાઈ 2016ના રોજ રાજ્યસભા સભ્ય બન્યા હતા. તેઓ લાંબા સમય સુધી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા રહ્યાં અને પાર્ટીના મહાસચિવ પણ બન્યા હતા. તેમને મુલાયમસિંહ યાદવના ખૂબજ નજીકના માનવામાં આવતા હતા. જો કે, 2010માં સમાજવાદી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનો જન્મ આજમગઢના રાજપૂત પરિવારમાં થયો હતો.