નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક તથા સામાજિક પરિષદ (UNESC)ના સત્રને સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)ની અસ્થાઈ સદસ્યતા પ્રાપ્ત થયા બાદ પીએમ મોદીનું આ પ્રથમ સંબોધન છે. પીએમ મોદીનું આ સંબોધન સંયુસ્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર ન્યૂયોર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં છે. આ પહેલા પીએમ મોદીએ જાન્યુઆરી 2016માં ઈસીઓએસઓસીની 70મી વર્ષગાઠનાં અવસર પર ભાષણ આપ્યું હતું.


વડાપ્રધાન મોદી સવારે 9.30 થી 11.30 વાગ્યા (સ્થાનીક સમય)ની વચ્ચે ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરશે. ભારતીય સમય અનુસાર પીએમ મોદીનું સંબોધન રાત્રે સાડા આઠ વાગ્યે રહેશે. તેઓ નોર્વેના પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સમાપન સત્રમાં સંબોધન કરશે.

આ વાર્ષિક ઉચ્ચસ્તરીય સેગમેન્ટમાં સરકાર, ખાનગી ક્ષેત્ર, નાગરિક સમાજ અને શિક્ષણવિદોના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓનું એક વિવિધ ગ્રુપ સામેલ છે.