નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી વાત કાર્યક્રમથી દેશની જનતાને સંબોધન કર્યું હતું. વર્ષની અંતિમ મન કી બાતમાં પીએમ મોદીએ સૌથી પહેલા જનતા પાસેથી મળેવા પત્રની વાત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું, ‘મોટાભાગના પત્રોમાં લોકોએ દેશના સામ ર્થ્ય, દેશવાસીની સામુહિક શક્તિની ભરપૂર પ્રશંસા કરી છે. જ્યારે દેશમાં જનતા કર્ફ્યૂ જેવો પ્રયોગ સમગ્ર વિશ્વમાં પ્રેરણા બન્યું, જ્યારે તાળી-થાળી વગાડીને દેશવાસીઓએ આપણા કોરોના વોરિયર્સનું સન્મા કર્યું હતું, એકતા જોવા મળી હતી, તેને પણ લોકોએ યાદ કર્યું છે. ’

પ્રધાનમંત્રીએ કહ્યું, ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટના વિચાર સાથે કામ કરવાનો આ યોગ્ય સમય છે. હું દેશના મેન્યુફેક્ચરર્સ અને ઈન્ડસ્ટ્રીને આગ્રહ કરું છું.
“દેશના લોકોએ મજબૂત પગલા ઉઠાવ્યા અને તેને આગળ વધાર્યા છે. વૉકલ ફૉર લોકલ આજે ઘર ઘરમાં ગૂંજી રહ્યું છે. એવામાં, હવે એ સુનિશ્ચિત કરવાનો સમય છે કે, આપણા પ્રોડક્ટ્સ વિશ્વસ્તરે પહોંચે. આપણે વોકલ ફોર લોકલની ભાવનાઓ બનાવી રાખવાની છે, બચાવી રાખવાની છે સાથે તેને વધારતા રહેવાનું છે. દર વર્ષે આપણે ન્યૂ ઈયર રિઝોલ્યુશન લઈએ છીએ. આ વખતે રિઝોલ્યુશન પોતાના દેશ માટે જરૂર લેજો. ”

પીએમ મોદીના સંબોધનના અન્ય મહત્વપૂર્ણ વાતો

- પીએમ મોદીએ કહ્યું, મે તમિલનાડુના કોયંબતુરના એક હ્રદયસ્પર્શી પ્રયાસ વિશે વાંચ્યું. આપણે બધાએ માણસો માટેની વ્હીલચેર જોઈ છે, પણ કોયંબતૂરમાં એક દિકરી ગાયત્રીએ પોતાના પિતાની સાથે એક પીડિત ડોગ માટે વ્હીલચેર બનાવી દીધી.

- ગીતાની જેમ, આપણી સંસ્કૃતિમાં જેટલું પણ જ્ઞાન છે તે બધુ જિજ્ઞાસાથી શરુ થાય છે. વેદાંતનો પ્રથમ મંત્ર છે કે, 'अथातो ब्रह्म जिज्ञासा' અર્થાત આવો આપણે બ્રહ્મ ની જિજ્ઞાસા કરીએ. તેથી આપણે ત્યાં બ્રહ્મના પણ અન્વેશષની વાત કહેવામાં આવે છે. જિજ્ઞાસાની તાકાત જ આવી છે.

- આપને જાણીને ખુશી થશે કે, કાશ્મીરી કેસરને GI Tagનું સર્ટિફિકેટ મળ્યા બાદ દુબઈના એક સુપર માર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવ્યું, હવે જ્યારે કેસર ખરીદવાનું મન થાય તો કાશ્મીરની જ કેસર ખરીદવાનું વિચારજો.