પીએમ મોદીએ કહ્યું આ જનતા કર્ફ્યૂ કરતા થોડુ આગળ છે. કોરોના વાયરસ સામે લડવા માટે આ પગલુ જરૂરી છે. આ લોકડાઉનની આર્થિક કિંમત દેશે ઉઠાવવી પડશે.
તમારા પરિવારને બચાવવા મારી ભારત સરકારની દેશના દરેક રાજ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિક્તા છે. એટલે મારી તમને પ્રાર્થના છે કે તમે આ સમયે જ્યાં પણ હોવ ત્યાં જ રહો અત્યારના હાલત જોઈને દેશમાં આ લોકડાઉન 21 દિવસનું રહેશે. ત્રણ સપ્તાહ સુધીનું રહેશે.
કોરના વાયરસની સાઈકલ તોડવા માટે 21 દિવસનો સમય ખૂબ જ જરૂર છે. જો 21 દિવસ નહી સંભાળવામાં આવે તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે. આ વાત હુ એક પ્રધાનમંત્રી તરીકે નહી પરંતુ તમારા પરિવારના સદસ્ય તરીકે કહી રહ્યો છું. ઘરમાં રહો ઘરમાં રહો એક જ કામ કરો તમારા ઘરમાં રહો.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, આ પ્રકારના સમયમાં અફવાઓ ખૂબ જોર પકડે છે એટલે અફવાઓથી બચો. મને આશા છે કે દરેક ભારતીય નિર્દેશોનું પાલન કરશે. આ લાંબો સમય છે પરંતુ તમારા જીવનની રક્ષા માટે જરૂરી છે.
કોરોના વાઈરસ સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ સુધી પહોંચવામાં 67 દિવસ લાગ્યા ત્યારબાદ 11 દિવસમાં વધુ એક લાખ સંક્રમિત થયા, ત્યારબાદ 2 લાખ સંક્રમિત લોકોથી 3 લાખ સુધી પહોંચવામાં ચાર દિવસ જ લાગ્યા.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું દેશમાં આવશ્યકતાના તમામ પગલાંઓ લેવાઈ રહ્યા છે. જરૂરી ચીજવસ્તુની અછત નહિ થાય. મેડિકલ સુવિધાઓ વધારી દેવાઈ રહી છે. હેલ્થકેર જ અત્યારે સમગ્ર દેશની પ્રાથમિકતા છે.