નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોના વાયરસથી બચવા માટે દિલ્હીમં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં કોરોના વયારસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સારા સમાચાર છે, પરંતુ આપણે ખુશ થવું જોઈએ નહી. લડાઈ હજુ લાંબી છે. આપણે એલર્ટ રહેવું પડશે. દિલ્હીમાં છેલ્લા 40 કલાકમાં કોરોના વાયરસનો એક પણ દર્દી સામે નથી આવ્યો. અત્યાર હાલમાં 23 દર્દીઓ છે.




અરવિંદ કેજરીવાલે કહ્યું, કેટલાક લોકો પાઇલોટ અને એર હોસ્ટેસને તેમની વસાહતોમાં પ્રવેશવાની મંજૂરી આપી રહ્યાં નથી. આ યોગ્ય નથી. આ લોકો આપણા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આપણે આ માનસિકતા બદલવી જોઈએ



કેજરીવાલે તમામ મકાન માલિકોને ભાડૂતોને થોડી છૂટ આપવા અપીલ કરી હતી. દિલ્હીમાં ઘણાં રોજિંદા વેતન મેળવનારા છે જે ભાડાના મકાનોમાં જ રહે છે. જો કેટલાક ભાડુઆત મકાન માલિકોને ભાડુ ચૂકવવાની સ્થિતિમાં ન હોય તો, તેમને 2-3 મહિના સુધી થોડી રાહત આપી શકાય છે.

અમે તમામ બાંધકામ કામદારોને દરેકને 5000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે કારણ કે તેમની આજીવિકાને અસર થઈ છે. અમે શહેરમાં નાઇટ શેલ્ટરની સંખ્યા પણ વધારી રહ્યા છીએ



ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 513 થઇ ગઇ છે. જ્યારે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
coronavirus tips, chandigarh coronavirus, latest on coronavirus in india, coronavirus in india state wise, coronavirus india, coronavirus in india, coronavirus update, coronavirus news, coronavirus cases, coronavirus update india, india coronavirus cases, coronavirus india news, coronavirus update in india, coronavirus symptoms, coronavirus latest news, coronavirus cases in india,