India-Nordic Summit Updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્ડિક દેશોની સરકારોના પ્રમુખોએ ડેનમાર્કના કોપનહેગનમાં ક્રિશ્ચિયનબોર્ગ પેલેસમાં ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. ભારતે બીજી વખત ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભારતે ભાગ લીધો છે.


વિદેશ મંત્રાલય (MEA)ના ટ્વીટ મુજબ નવા ઉભરતા ઉદ્યોગો, રોકાણ, સ્વચ્છ ઉર્જા, આર્કટિક અનુસંધાન જેવા મુદ્દાઓ પર નોર્ડિક ક્ષેત્રના દેશો સાથે આપણા બહુઆયામી સહયોગને વધારવાનું આ શિખર સંમેલનનો મહત્વનું લક્ષ્ય છે. આ ભવિષ્ય માટેની ભાગીદારી છે.


નોર્ડિક દેશો સાથેના સંબંધો માટે ભારત-નોર્ડિક શિખર સંમેલનને મહત્વનું ગણવામાં આવે છે. વિવિધ મુદ્દાઓ જેવા કે, ઉદ્યોગો, રોકાણ, ઉર્જા વગેરે પર નોર્ડિક દેશો અને ભારત સાથે કામ કરે તે ઉદ્દેશથી ભારત-નોર્ડિક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના પ્રમુખો સાથે પીએમ મોદીએ ચર્ચા કરીને વિવિધ મુદ્દે ભારત-નોર્ડિક દેશોનો સહયોગ વધે તે લક્ષ્યાંક સાથે વાતચીત કરી હતી.




સંમેલનની શરુઆત પહેલાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નેતા એક સાથે દેખાયા હતા. આ નેતાઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીના ફોટો વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યા છે. તેમણે આ ફોટો ટ્વીટ કરતાં લખ્યું કે, સ્ટોકહોમમાં વર્ષ 2018માં ભારત અને નોર્ડિક દેશો એક મંચ ઉપર પહેલી વાર શિખર સંમેલન હેઠળ આવ્યા હતા


આજે પુર્ણ થશે પીએમ મોદીનો યૂરોપ પ્રવાસઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો યૂરોપ પ્રવાસ આજે પુરો થઈ રહ્યો છે. આજે પીએમ મોદી પોતાના પ્રવાસના છેલ્લા દિવસે કેટલાક કલાકો ફ્રાંસમાં હાજર રહેશે અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોં સાથે વાતચીત કરશે. આ પહેલાં નરેન્દ્ર મોદીએ મંગળવારે ડેનમાર્કની મુલાકાત લીધી હતી. મોદી કોપનહેગનમાં ડેનમાર્કનાં પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડેરિક્સેનને મળ્યા હતા અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.