વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દુનિયાભરમાં ભારતની સ્વીકૃતિ વધી છે. ભારત પ્રત્યે આદરનો ભાવ વધ્યો છે. જેનો પુરો શ્રેય દેશ અને દુનિયાભરમાં વસતા આપણા ભાઇ-બહેનોને જાય છે. આ વખતે મેં અમેરિકામાં તેનું એક વિરાટરૂપ જોયું છે. વિશ્વભરમાં ફેલાયેલા આપણા ભારતીયોએ પોત-પોતાના દેશોમાં એ દેશના લોકોનો પ્રેમ હાંસલ કર્યો છે. આ ભારતનું ગૌરવ વધારનાર છે.
હાઉડી મોદી સમારોહને લઇને મોદીએ કહ્યું કે, તે સમારોહમાં તેની વિશાળતા અને ભવ્યતા, ટ્રમ્પનું ત્યાં આવવું દુનિયાને અમારી દોસ્તીનો અહેસાસ થશે. આટલા ઓછા સમયમાં અમેરિકાના આપણા ભાઇઓ-બહેનોએ જે શક્તિનું પ્રદર્શન કર્યું તે તેની ચારેકોર પ્રશંસા થઇ રહી હતી.
સર્જિકલ સ્ટ્રાઇકને લઇને તેમણે કહ્યું કે, આજે 28 સપ્ટેમ્બર છે. ત્રણ વર્ષ અગાઉ આ તારીખે હું આખી રાત એક ક્ષણ પણ ઉંઘ્યો નહોતો. આખી રાત જાગતો રહ્યો હતો. તમામ ક્ષણ ટેલિફોનની રિંગ ક્યારે વાગશે તેની રાહ જોઇ રહ્યો હતો. તે 28 સપ્ટેમ્બરના રોજ ભારતના વીર જવાનોનું પરાક્રમ એક સ્વર્ણિમગાથા લખનાર હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ત્રણ વર્ષ અગાઉ 28ની રાત્રે જ મારા દેશના વીર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતની આન-બાન-શાનને દુનિયા સામે પ્રસ્તૃત કરી હતી. હું આજે તે દિવસને યાદ કરીને આપણા વીર જવાનોના સાહસને પ્રણામ કરું છું અને તેમને અભિનંદન આપું છું.
અમેરિકાથી પરત ફર્યા PM મોદી, કહ્યુ- દુનિયાની નજરોમાં વધ્યું ભારતનું માન