નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની (COVID19) સ્થિતિને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi )એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વડાપ્રધાન મોદીએ કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી અને ઘરે ઘરે જઈને કોવિડ ટેસ્ટ કરવાની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ગામમાં આરોગ્ય સુવિધાઓ વધારવામાં આવે અને આશા વર્કરો સાથે મળીને કોવિડ વિરુદ્ધની લડાઈમાં ઝડપ લાવો. પીએમ મોદીએ કહ્યું કે, ગામ સુધી ઓક્સિજનની સપ્લાઈની વ્યવસ્થા થઈ જોઈએ. વડાપ્રધાન કાર્યલાય અનુસાર, પીએમ મોદીએ નિર્દેશ આપ્યા છે કે, વધુ સંક્રમણ દર વાળા વિસ્તારમાં કોવિડ-19 નું ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. સમયની માંગ છે કે, સ્થાનીક લેવલે અટકાવવાની રણનીતિ અપનાવવામાં આવે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિસ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 43 લાખ 72 હજાર 907કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802કુલ મોત - 2 લાખ 66 હજાર 207
18 કરોડથી વધારેને રસી અપાઈદેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુસ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
રાજ્યોની હાલત છે ખરાબકોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.