PM Modi On ABP News: મતદાનના છેલ્લા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એબીપી ન્યૂઝને એક EXCLUSIVE ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પરિણામના દિવસે તેમની દિનચર્યા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હું તે દિવસે ધ્યાન કરું છું. તે દિવસે કોઇની મારા રૂમમાં એન્ટ્રી થતી નથી, રિઝલ્ટના દિવસે મને ફોન આપવાની પણ મંજૂરી નથી.  


પીએમ મોદીએ 2002ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે આ 2002ની ઘટના છે, લોકો કહી રહ્યા હતા કે જીતવું મુશ્કેલ છે. હું મારા રૂમમાં હતો, મેં કહ્યું જે થશે તે થશે. ફોન આવ્યો ત્યારે મેં ઉપાડ્યો નહીં. ડોરબેલ વાગી રહી હતી, મેં કોઈને બોલાવ્યો તો તેણે મને જણાવ્યું કે પાર્ટીના લોકો મળવા માંગે છે. તે દિવસે બપોરે 2.30 વાગ્યે મેં પ્રથમ વખત રિઝલ્ટ જોયું હતું. પછી મેં માળા મંગાવી અને કેશુભાઈ પટેલને પહેરાવી હતી અને મીઠાઇ ખવડાવી હતી.


પરિણામના દિવસે પીએમ મોદી શું કરે છે?


વડાપ્રધાને કહ્યું હતું કે  “ હજુ પણ જે દિવસે એક્ઝિટ પોલ અને પરિણામના દિવસે પણ હું થોડો દૂર રહું છું. હું ના પરિણામો પર ધ્યાન આપું છું કે ના શરૂઆતના પર ધ્યાન આપું છું. હું એક મિશન ધરાવતો માણસ છું. ચૂંટણીના પરિણામના દિવસે મારા રૂમમાં કોઈને પ્રવેશવાની પરવાનગી નથી, મને ફોન આપવાની પણ મંજૂરી નથી.                                                                                         


PM મોદીએ બીજું શું કહ્યું?


આ સિવાય વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું, "અમે દેશની અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 5મા નંબર પર લાવ્યા છીએ. 11મા નંબરથી 5મા નંબર પર આવવું એ એક મોટી છલાંગ છે. મને પૂરો વિશ્વાસ છે કે અમે છેલ્લા 10 વર્ષમાં જે પહેલ કરી છે, જેના પર કામ કરી રહ્યા છીએ. આપણે આવનારા સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું.