PM Modi Interview: PM મોદીએ અખિલેશ પર નિશાન સાધ્યું, અજય મિશ્ર ટેની, જવાહર લાલ નેહરુ અને પંજાબને લઈ કહી આ વાત

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવતીકાલે યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  એબીપી ન્યૂઝ પર લાઈવ

gujarati.abplive.com Last Updated: 09 Feb 2022 08:03 PM
ચૂંટણીમાં ધ્રુવીકરણના સવાલ પર પીએમ

ચૂંટણીમાં ધ્રુવીકરણના સવાલ પર પીએમએ કહ્યું, "ભાજપનો મંત્ર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ છે. અમે ક્યારેય અમારા સિદ્ધાંતો બદલ્યા નથી. તમે મારા મોઢેથી ઘણી વખત સાંભળ્યું હશે. હું આ જોઈ રહ્યો છું કે વિશ્વના દેશો પણ આ વાક્યનો પોતપોતાની ભાષામાં અનુવાદ કરી કહે છે કે મોદી આ સિદ્ધાંતો પર કામ કરે છે. સમાજ  વ્યવસ્થા છે, તેને કોઈ નકારી શકે નહીં. 


 

વિપક્ષ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું

વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, "કેટલાક નેતાઓ વ્યક્તિગત સ્વાર્થ માટે વિવિધતાનો ઉપયોગ કરીને એકબીજાનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 50 વર્ષથી આ જ કર્યું છે, દરેક બાબત પર દેશને ભાગલા પાડો અને રાજ કરો." તેમણે કહ્યું કે પારિવારિક પક્ષો લોકશાહીના સૌથી મોટા દુશ્મન છે.

5 રાજ્યોમાં ભાજપની લહેર

વડાપ્રધાને કહ્યું કે પાંચ રાજ્યની જનતા ફરી કામ કરવાની તક આપશે. અમે ઘણી હાર બાદ આ સ્થિતિએ પહોંચ્યા છે. તમામ રાજ્યમાં હાલમાં ભાજપની લહેર જોવા મળી રહી છે. 

વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન જરૂરી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજ્યોની પ્રાથમિકતા શું એ હું સમજુ છું, વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન જરૂરી છે. દેશમાં પણ તમામ સ્થળોએ વિકાસ થવો જોઈએ. સમાજના તમામ વ્યક્તિને વિકાસની તક મળવી જોઈએ.

પંજાબમાં ભાજપ સૌથી ભરોસાપાત્ર પક્ષ

પીએમ મોદીએ દાવો કર્યો કે આજે ભારતીય જનતા પાર્ટી પંજાબમાં સૌથી ભરોસાપાત્ર પાર્ટી તરીકે ઉભરી આવી છે. સામાજિક જીવનના ઘણા વરિષ્ઠ લોકો, રાજકારણના ઘણા મોટા નેતાઓ પણ તેમની જૂની પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.  નાના ખેડૂતો માટે અમે જે કામ કર્યું છે તેની પંજાબમાં જબરદસ્ત પહોંચ છે.

સંસદમાં જવાહરલાલ નેહરુને લઈ આપેલા નિવેદન પર પ્રધાનમંત્રી

સંસદમાં જવાહરલાલ નેહરુને લઈ આપેલા નિવેદન પર પ્રધાનમંત્રીએ કહ્યું, મે કોઈના પિતા, માતા, નાના, દાદા માટે કંઈ નથી કહ્યું. મે દેશના પ્રધાનમંત્રીએ શું કહ્યું તે કહ્યું છે. મે જણાવ્યું કે એક પ્રધાનમંત્રીના આ વિચાર હતા ત્યારે શું સ્થિતિ હતી અને આજે પ્રધાનમંત્રીના આ વિચાર છે ત્યારે શું સ્થિતિ હતી.

PM એ તમિલ ભાષા પર આ વાત કહી

 


પીએમ મોદીએ કહ્યું, "હું ચીનના રાષ્ટ્રપતિને તામિલનાડુ લઈ ગયો, ફ્રાન્સના રાષ્ટ્રપતિને ઉત્તર પ્રદેશ લઈ ગયો, જર્મન ચાન્સેલરને કર્ણાટક લઈ ગયો. દેશની શક્તિને ઉન્નત કરવાનું, દરેક રાજ્યને પ્રોત્સાહિત કરવાનું અમારું કામ છે. હું છું. યુએનમાં હું તમિલ બોલુ છું.  વિશ્વને ગર્વ છે કે ભારતમાં વિશ્વની સૌથી જૂની ભાષા છે.

ન્યૂઝ એજન્સી ANIને આપેલા આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું, "ભારતીય જનતા પાર્ટીએ હાર્યા બાદ જીતવાનું શરૂ કર્યું છે. અમે ઘણી હાર જોઈ છે,





અખિલેશ પર PM મોદીએ નિશાન સાધ્યું

ઈન્ટરવ્યુમાં પીએમએ અખિલેશ યાદવના તે નિવેદન પર પણ નિશાન સાધ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે યુપીમાં જે યોજનાઓ છે તે ભાજપની નથી, ભાજપ તેને લાગુ કરે છે. પીએમ મોદીએ કહ્યું, "દેશમાં એક સંસ્કૃતિ ચાલી છે, રાજકારણીઓ કહેતા રહે છે કે અમે આ કરીશું, અમે તે કરીશું. 50 વર્ષ પછી પણ જો કોઈ તે કામ કરશે, તો તે કહેશે કે અમે તે સમયે આ કહ્યું હતું, આવા ઘણા લોકો મળી જશે.""

"તમામ રાજ્યોમાં ભાજપની લહેર"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું તમામ રાજ્યોમાં જોઈ રહ્યો છું કે આ ચૂંટણીમાં ભાજપ તરફ લહેર છે, ભાજપ જંગી બહુમતીથી જીતશે. આ તમામ 5 રાજ્યોના લોકો અમને સેવા કરવાની તક આપશે. રાજ્યો જેણે અમને સેવા કરવાની તક આપી, તેઓએ અમારી કસોટી કરી, તેઓએ અમારું કામ જોયું."

બ્રેકગ્રાઉન્ડ

 


PM Modi Interview: ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવતીકાલે યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  એબીપી ન્યૂઝ પર લાઈવ છે. બેરોજગારીથી લઈને કોરોના મહામારી સુધી અને ચૂંટણીની મોસમમાં અર્થતંત્ર અને સાંપ્રદાયિકતાના મુદ્દા. આ તમામ મુદ્દાઓને લઈને વિપક્ષ સતત સરકારને સવાલ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીનો ઈન્ટરવ્યુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.