જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગે દેશને સંબોધન કરવાના છે. આ દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીરને લઈ મોટી જાહેરાત પણ કરી શકે છે. આ અંગે આકાશવાણી દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. જોકે ગણતરીની મિનિટોમાં જ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવતાં સસ્પેન્સ સર્જાયું હતું.


આ પહેલા આકાશવાણી દ્વારા એવી જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ મોદી સાંજે 4 વાગ્યે રેડિયો પરથી દેશને સંબોધન કરશે. થોડીવાર પછી જણાવવામાં આવ્યું કે પીએમ મોદીના સંબોધન સમયમાં ફેરફાર સર્જાઈ શકે છે. જોકે મોદી ક્યારે સંબોધન કરશે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.



આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશને સંબોધન કર્યું હતું. ભારતે એન્ટી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું, તે સમયે દેશમાં આચારસંહિતા લાગુ હતી.

યુવરાજ સિંહ સાથે ચીટિંગ! ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં રમવાના હજુ સુધી નથી મળ્યા રૂપિયા, જાણો વિગતે

કાશ્મીર પર ભાજપ MLAના નિવેદનથી ભડકી આ એક્ટ્રેસ, ધારાસભ્યને ગણાવ્યો સેક્સ ભૂખ્યો

કાશ્મીરમાં કલમ 370 રદ કરવાનો માસ્ટર સ્ટ્રોક માર્યા બાદ અમિત શાહ આવશે ગુજરાત, જાણો શું છે કાર્યક્રમ