નવી દિલ્હી: કોરોનાની મહામારીના કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એકવાર ફરી દેશને સંબોધન કરશે. પીએમ મોદી રેડિયો ‘કાર્યક્રમ મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે. પીએમ મોદી રવિવારે સવારે 11 વાગ્યે મન કી બાત કરશે.


દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જો કે લોકડાઉનના કારણે મોટાપ્રમાણમાં કોરોના પર અંકુશ લાગ્યો છે. ત્રણ મે સુધી દેશમાં લોકડાઉન લાગુ છે. એવામાં પીએમ મોદી આ કાર્યક્રમથી ફરી એકવાર કોરોના વાયરસ અને લૉકડાઉનના મુદ્દા પર લોકો સામે પોતાના વિચારો રૂજૂ કરી શકે છે.



મન કી બાત કાર્યક્રમનો આ વર્ષનો ચોથો અને કુલ 64મો એપિસોડ હશે. આ પહેલા પીએમ મોદીએ 12 એપ્રિલે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ મહિનાની 26 તારીખે મન કી બાત કરશે. જેને લઈને પીએમ મોદીએ સલાહ-સૂચનો પણ માંગ્યા હતા.