નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 25 હજારની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1490 કેસ નોંધાયા છે અને 56 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 24942 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 779 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાહતના સમાચાર એ છે કે, 5210 લોકો સાજા થયા છે અને 18953 એક્ટિવ કેસ છે.


કોરોનાને લઈ રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે અને સંક્રમિત દર્દીઓનો વૃદ્ધી દર ઘટીને 6 ટકા થઈ ગયો છે.


કયા રાજ્યામાં કેટલા કેસ ?

આંધ્રપ્રદેશ- 1067, અંદમાન નિકોબાર-27, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-36, બિહાર-228, ચંદીગઢ-28, છત્તીસગઢ-36, દિલ્હી-2514, ગોવા-7, ગુજરાત- 2815, હરિયાણામાં-272, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-454, ઝારખંડ-59, કર્ણાટક- 489, કેરળ-451, લદાખ-20, મધ્યપ્રદેશ-1952, મહારાષ્ટ્ર- 6817, મણિપુર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-94, પોંડીચેરી-7, પંજાબ-298, રાજસ્થાન-2034, તમિલનાડુ-1755, તેલંગણા-984, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-48, ઉત્તર પ્રદેશ-1778 અને પશ્ચિમ બંગાળ-571 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.