પણજી: બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી મોદીએ ભારત ચીનના લાંબાગાળાના સંબંધોને લઈને એક રોડ મેપ તૈયાર કરવા સંબંધે વાતચીત કરવામાં આવી હતી. જ્યારે પીએમ મોદીએ આતંકવાદના મુદ્દાને લઈને વાત કરી ત્યારે શી જિનપિંગે ભારત ચીન વચ્ચેના વ્યાપાર વાણીજ્યમાં સંતુલન બનાવવા ચીની કંપનીઓ ભારતમાં રોકાણ કરશે તેવો વાયદો કર્યો હતો.


શનિવારે સાંજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. એ વખતે બન્ને દેશોની વચ્ચે દ્ધપક્ષિય ચર્ચા પણ થઈ હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન વારાણસીમાં થયેલી ભાગદોડની ઘટનામાં શોકની લાગ્ણી વ્યક્ત કરી હતી.

બ્રિક્સ સંમેલન અગાઉ આજનો દિવસ ભારત માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. બંન્ને દેશો વચ્ચે આતંકવાદ, ડિફેન્સ, એનર્જી ક્ષેત્રો સહિત 16 કરાર થયા હતા. ભારત અને રશિયા વચ્ચે લગભગ 40 હજાર કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ થઇ છે. આ મુલાકાત પર આખી દુનિયાની નજર છે. તેની સાથે એવું માનવામાં આવી રહ્યુ હતું કે બંન્ને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે કરાર થશે.