બીકોનેર: રાજસ્થાનમાં બીકાનેરના સીમાંત વિસ્તારમાં 2 શંકાસ્પદ જાસૂસોની ધરકપડ કરવામાં આવી હતી. મોડી રાત્રે આ ગામમાંથી આ બન્ને શંકાસ્પદોને પકડીને BSFએ પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ હાલ આ બન્ને શંકાસ્પદોની પુછપરછ કરી રહી છે. ગામવાળાઓનું માનીએ તો આ બન્ને લોકો 25 લાખ રૂપિયાની લાલચ આપીને BSFની જાણકારી માંગી રહ્યા હતા.


સર્જિકલ સ્ટ્રાઈક પછી રાજસ્થાને પશ્ચિમી સીમા પર એલર્ટ જાહેર કરી દીધું છે. એવામાં BSF અને પોલીસે આખા વિસ્તારમાં શોધખોળ શરૂ કરી દીધી છે. મોડી રાત્રે બીકાનેરના ખાજૂવાલામાં બીએસએફના ગોડેવાલા ચેક પોસ્ટના અધિકારીઓએ ગામના લોકો પાસેથી મળેલી માહીતીના આધારે 2 શંકાસ્પદ લોકો છૂપાયાની માહિતી મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્ને શંકાસ્પદોની ધરપકડ કરી હતી.

જ્યારે બન્ને શંકાસ્પદના નામ સુભાષ અને સુરેંદ્ર બતાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ખાજૂવાલા બીકાનેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે. અહીં થોડા દિવસ પહેલા કાશ્મીરમાંથી આવતા સફરજનની સપ્લાયર્સમાં અલગાવવાદી નારા લખેલા મળ્યા હતા. એવામાં આખા વિસ્તારમાં એલર્ટ જાહેર કરેલું છે અને દરેક શંકાસ્પદ ગતિવિધિ પર પોલીસ નજર રાખી રહી છે. ખાજૂવાલા પોલીસ સ્ટેશનના અધિકારીનું કહેવું છે કે ગામ લોકોએ બીએસએફની સૂચના આપી હતી અને બીએસએફે આ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી અમને સોંપ્યા હતા. જોઈન્ટ ઈંટોરોગેશન માટે લખ્યું છે.