નવી દિલ્લી: વડાપ્રધાન મોદી ચાર દિવસના અમેરિકાના પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા હતા. વડાપ્રધાન મોદી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યા એ સાથે ભાજપના નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષના આદેશ ગુપ્તા, રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ, ભાજપ નેતા ડોક્ટર હર્ષવર્ધન, દિલ્હીના સાંસદો સહિત તમામ નેતાઓ હાજર રહ્યા હતા.


આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓ એરપોર્ટ બહાર વડાપ્રધાનના સ્વાગતમાં એકઠા થયા હતા. દેશના અલગ અલગ રાજ્યોના લોકો પારંપરિક પરિધાનમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી અને અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, દુનિયાની નજરોમાં પણ ભારતની છબી હવે બદલાઇ છે.  એક ગ્લોબલ લીડરના રૂપમાં વડાપ્રધાન મોદીએ જે કામ કર્યું છે તે બદલ હું તેમનું હાર્દિક અભિનંદન કરુ છું. દિલ્હીની જનતા સવારથી જ પોતાના નેતાનું સ્વાગત કરવા આવી છે. વડાપ્રધાન દિવસ રાત લોકોની સેવામાં લાગ્યા છે. મોદીજીના નેતૃત્વમાં ભારત બદલાઇ ચૂક્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વડાપ્રધાન મોદીનો સંબંધ જૂનો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ આ વાત પોતાના ભાષણમાં કરી હતી. 


કેવો રહ્યો પ્રવાસ


PM મોદી અમેરિકાથી એક હાથ કાળી તો બીજા હાથ ભરેલો લઇને અમેરિકાથી પરત ફર્યાં છે. અફઘાનિસ્તાનના મુદ્દે હજું અમેરિકા વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પીએમ મોદીની દ્વીપક્ષીય વાતચીતમાંથી ભારત માટે કંઇ ખુશ થવા જેવા સમાચાર હાલ નથી સામે આવ્યાં.  જો કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ચોક્કસ ભારતને ખુશ કરતા કેટલાક નિવેદન કર્યાં છે.


અફઘાનિસ્તાનના મુદ્દે હજું અમેરિકા વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પીએમ મોદીની દ્વીપક્ષીય વાતચીતમાંથી ભારત માટે કંઇ ખુશ થવા જેવા સમાચાર હાલ નથી સામે આવ્યાં.  જો કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ચોક્કસ ભારતને ખુશ કરતા કેટલાક નિવેદન કર્યાં છે.