આ બેઠકમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી, મમતા બેનર્જી, સ્ટાલિન, જગનમોહન રેડ્ડી, રામદાસ અઠવાલે, ડી રાજા સહિત અન્ય નેતાઓ સામેલ થયા હતા. બેઠકમાં ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
પીએમ મોદીએ કહ્યું, ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે, પરંતુ સંપ્રભુતાને કાયમ રાખવી આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. અમે સેનાને ખુલ્લી છૂટ આપી છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે જળ,જમીન અને આકાશમા આપણી સેનાઓ દેશની રક્ષા માટે જે કરવાનું છે, તે કરી રહી છે. આજે આપણી પાસે એ ક્ષમતા છે કે, કોઈ પણ આપણી એક ઈંચ જમીન તરફ આંખ ઉઠાવીને પણ ન જોઈ શકે.