દીવાળી મિલન સમારોહમાં બોલ્યા PM, ‘દેશને આગળ લઈ જવામાં પત્રકારોનું મહત્વનું યોગદાન’
abpasmita.in | 03 Nov 2016 08:05 PM (IST)
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ભાજપા કાર્યાલયથી દીવાળી મિલન સમારોહને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી હજારો પત્રકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, હું મીડિયાના યોગદાનની પ્રશંસા કરું છું. ચર્ચાઓને આગળ વધારવામાંજ મીડિયાની ભૂમિકા હોવી જોઈએ. ઘણા વિષયોને જનસામાન્યના એંજડા બનાવવા જોઈએ. મોદીએ કહ્યું કે સરકાર જબરદસ્તીથી કોઈ નિર્ણય થોપી શકે નહીં. રાજનૈતિક દળોને ચૂંટણી સુધારા માટે વિચારવું જોઈએ.