મલપ્પૂરમ: કેરલમાં થયેલા બ્લાસ્ટ મામલે તપાસ દરમિયાન પોલીસને મળેલી પેન ડ્રાઈવમાંથી નરેંદ્ર મોદી સહિત કેટલાક નેતાઓના ફોટાઓ મળ્યા છે. પોલીસ તેને આતંકવાદીઓની ખૂબ જ માટું ષડયંત્ર ગણાવી આશંકા વ્યક્ત કરી કે પીએમ સહિત કેટલાક નેતાઓ આતંકિયોના નિશાના પર હોઈ શકે છે.
કેરલની રાજધાની તિરૂઅનંતપૂરમથી આશરે 360 કિલોમીટર દૂર મલપ્પૂરમાં મંગળવારે કલેક્ટર ઓફિસમાં એક ગાડીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ પોલીસ તપાસમાં ધણી વસ્તુઓ મળી આવી હતી. તપાસમાં ફન પાઉડર, બેટરી વાયર, પેપર બોક્સ સાથે એક પેન ડ્રાઈવ પણ પોલીસના હાથે લાગી હતી.
પેન ડ્રાઈવમાં પોલીસને નરેંદ્ર મોદી સહિત ધણા નેતાઓની તસવીરો મળી આવી છે. તસવીરોને લઈને પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે પીએમ સહિતના ધણા નેતાઓ આતંકિઓના નિશાના પર હોઈ શકે છે. શરૂઆતની તપાસમાં આ વિસ્ફોટ પાછળ બેંસ મુવમેંટ નામના સંગઠનનો હાથ હોવાની આશંકા છે, જે અલકાયદાથી પ્રભાવિત છે.
ત્રિસૂર રેંજ આજી અજીત કુમારએ કહ્યું વિસ્ફોટ પ્રશર કૂકરમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે તેને કબ્જામાં લઈને તપાસ હાથ ધરી છે.કુમારે કહ્યું આતંકિ સંગઠન ફરિવાર હુમલો કરી શકે છે, જેથી પોલીસે સર્તક રહેવું પડશે.
કારમાં વિસ્ફોટ દરમિયાન કાર પાસે કોઈ લોકો ઉપસ્થિત ન હતા જેના કારણે જાનહાની ટળી છે. કેરલ પોલીસે તપાસ માટે વિશેષ ટીમ બનાવી છે. આ પ્રકારનો વિસ્ફોટ આ વર્ષે જૂનમાં કોલ્લમમાં પણ થયો હતો.