PM Modi UNGA Speech Live: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું - આતંકવાદ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થવો જોઈએ
પીએમ નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 76 માં સત્રને સંબોધિત કરશે. તેઓ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે,
પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે.
પીએમ મોદીએ કહ્યું કે, એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંક ફેલાવવા અને આતંકવાદી હુમલાઓ માટે ન થાય.
UNમાં સંબોધન આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કેટલાક દેશમાં વધી રહેલો કટ્ટરવાદએ વૈશ્વિક ખતરો છે. કેટલાક દેશ વિકાસ અને માનવતાથી દૂર ભાગી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની લોકશાહીની તાકાત છે કે એક નાનું બાળક જેણે એક વખત રેલવે સ્ટેશનના ચાના સ્ટોલ પર પોતાના પિતાની મદદ કરી હતી તે આજે ભારતના વડાપ્રધાન તરીકે ચોથી વખત યુએનમાં સંબોધન કરી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, હું તે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું જેને લોકશાહીની માતાનું ગૌરવ છે. આપણી પાસે લોકશાહીની હજારો વર્ષો જૂની પરંપરા છે. આ 15 મી ઓગસ્ટના રોજ, ભારતે આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આપણી વિવિધતા એ આપણી મજબૂત લોકશાહીની ઓળખ છે. એક એવો દેશ જેમાં ડઝનેક ભાષાઓ, સેંકડો બોલીઓ, વિવિધ જીવનશૈલી અને ખાનપાન છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. ભારતની વિવિધતા તેની લોકશાહીનો પુરાવો છે. દેશવાસીઓની સેવા કરતા મને 20 વર્ષ પૂર્ણ થયા છે. હું પહેલા CM અને PM તરીકે લોકોની સેવા કરી રહ્યો છું.
પીએમ મોદીએ કહ્યું, "છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ 100 વર્ષમાં સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. હું એવા બધાને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે ભયંકર રોગચાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. "
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રમાં PM મોદીનું સંબોધન શરુ થઈ ગયું છે.
પીએમ નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધવા માટે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર પહોંચ્યા.
ભારતીય પ્રવાસી ન્યૂયોર્કની એ હોટલની બહાર એકઠા થયા છે જ્યાં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર માટે પ્રસ્થાન કરશે. પીએમ મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે
બ્રેકગ્રાઉન્ડ
પીએમ નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 76 માં સત્રને સંબોધિત કરશે. તેઓ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે, જેમાં COVID-19 વૈશ્વિક મહામારી, આતંકવાદ સામે લડવાની આવશ્યકતા, જલવાયુ પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો તરફ ધ્યાન આર્કષિત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -