PM Modi in Lok Sabha: PM મોદીએ સંસદમાં કહ્યું- દરેક ક્ષેત્રમાં ઉત્પાદન વધ્યું, 2 લાખ કરોડ રૂપિયા ગરીબો-મજૂરો પર ખર્ચ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે.

gujarati.abplive.com Last Updated: 07 Feb 2022 06:33 PM
PMએ યોજનાઓ વિશે માહિતી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે, "મુદ્રા યોજના સફળ રહી. માતાઓ અને બહેનો આ ક્ષેત્રમાં આવ્યા. લાખો લોકો ગેરંટી વગર બેંકોમાંથી લોન લઈને સ્વરોજગાર તરફ આગળ વધ્યા છે અને એક-બે લોકોને રોજગાર આપીને પોતે પણ કરી રહ્યા છે. PM એ કહ્યું કે આઝાદી પછી પહેલીવાર સ્ટ્રીટ વેન્ડર્સને બેંકો પાસેથી લોન મળી રહી છે અને અમારા સ્ટ્રીટ વેન્ડરો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે અને કરોડો કામદારોને યોજનાનો લાભ મળી રહ્યો છે. અમે ગરીબ કામદારો માટે બે લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે

વિપક્ષ પર નિશાન સાધ્યું

વિપક્ષ પર નિશાન સાધ્યું


વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, "જો આપણે લોકલ માટે  વોકલની વાત કરી રહ્યા છીએ, તો શું આપણે મહાત્મા ગાંધીના સપના પૂરા નથી કરી રહ્યા? તો પછી વિપક્ષ દ્વારા તેની મજાક કેમ ઉડાવવામાં આવી રહી છે? અમે યોગા કર્યા. અને ફિટ ઈન્ડિયાની વાત કરી.  પરંતુ વિપક્ષોએ પણ તેની મજાક ઉડાવી." તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે રોગચાળા વચ્ચે 80 કરોડથી વધુ સાથી ભારતીયોને મફત રાશન મળે. અમારી પ્રતિબદ્ધતા છે કે કોઈ પણ ભારતીય ભૂખ્યો ન રહે.

"કોંગ્રેસને વાપસીની કોઈ આશા નથી"
"ભારતમાં નિર્મિત કોવિડ રસી વિશ્વમાં સૌથી અસરકારક"

પીએમએ કહ્યું, "છેલ્લા 2 વર્ષમાં, 100 વર્ષની સૌથી મોટી વૈશ્વિક મહામારીના સંકટનો સામનો સમગ્ર વિશ્વની માનવજાત કરી રહી છે.  આ દરમિયાન, તેમણે કહ્યું કે આજે મેડ ઇન ઇન્ડિયા કોવિડ રસી વિશ્વમાં સૌથી અસરકારક છે. આજે, ભારત 100 ટકા પ્રથમ ડોઝના લક્ષ્યની નજીક પહોંચી રહ્યું છે અને લગભગ 80 ટકા બીજો ડોઝ પણ પૂર્ણ કર્યો છે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તમે આટલો લાંબો ઉપદેશ આપો છો ત્યારે તમે ભૂલી જાઓ છો કે 50 વર્ષ સુધી તમે અહીં બેસીને કામ કર્યું છે. તેમણે કહ્યું કે નાગાલેન્ડના લોકોએ છેલ્લે 1988માં મતદાન કર્યું હતું. 27 વર્ષ પહેલા ઓડિશામાં તમને વોટ આપ્યો હતો. ત્રિપુરામાં 34 વર્ષ પહેલા ત્યાંના લોકોએ તમને વોટ આપ્યા હતા. તેમણે કહ્યું કે આ કોરોનાકાળમાં કોંગ્રેસે તેની હદ વટાવી દીધી છે.

ટીકા એ જીવંત લોકશાહીનું આભૂષણ છે

વડા પ્રધાને કહ્યું કે દેશની મોટી કમનસીબી છે કે સદન જેવું પવિત્ર સ્થળ જે દેશ માટે ઉપયોગી હોવું જોઈએ, પરંતુ તેનો પક્ષ માટે ઉપયોગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે... અને અમે જવાબ આપવા માટે મજબૂર છીએ. પીએમ મોદીએ કહ્યું, "આપણે બધા લોકો સંસ્કૃતિથી, વર્તનથી અને આજથી નહીં, પરંતુ સદીઓથી લોકશાહી માટે પ્રતિબદ્ધ છીએ. એ પણ સાચું છે કે ટીકા એ જીવંત લોકશાહીનું આભૂષણ છે, પરંતુ અંધવિરોધ એ લોકશાહીનું અપમાન છે."

"કેટલાક લોકોનો કાંટો 2014માં અટવાઈ ગયો છે"

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આજે જો તેઓ જનતાની વચ્ચે રહેતા હોત તો આ વસ્તુઓ ચોક્કસ જોઈ હોત. કમનસીબે, તમારામાંથી ઘણા એવા છે જેમનો કાંટો 2014માં અટવાઈ ગયો છે અને તેઓ તેમાંથી બહાર નીકળી શક્યા નથી. તેમણે કહ્યું કે તમારે તેના પરિણામો પણ ભોગવવા પડ્યા છે. પીએમે કહ્યું કે દેશની જનતાએ તમને ઓળખ્યા છે, કેટલાક લોકો પહેલા ઓળખી ચૂક્યા છે, કેટલાક લોકો હવે ઓળખી રહ્યા છે અને કેટલાક લોકો આવનારા સમયમાં ઓળખશે.

અધીર રંજન ચૌધરી પર પીએમનો કટાક્ષ

વડાપ્રધાન મોદીએ પ્રશ્નાર્થ  સ્વરમાં કહ્યું કે ગરીબના ઘરમાં શૌચાલય બને છે તે સાંભળીને ક્યાં ભારતીયને ગર્વ નહીં થાય? આ દરમિયાન પીએમએ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની ઝાટકણી કાઢી અને કહ્યું કે દાદાને વચ્ચે તક આપવી જોઈએ કારણ કે દાદા ઉંમરના આ તબક્કે પણ બાળપણનો આનંદ માણતા રહે છે.

પીએમ મોદીએ ગરીબોનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સંદર્ભમાં સ્વતંત્રતાનો અમૃત પર્વ પોતાનામાં એક પ્રેરણાદાયી અવસર છે. એ પ્રેરણાદાયી પ્રસંગ અને નવા સંકલ્પો સાથે, જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યાં સુધીમાં આપણે દેશને પૂરી તાકાતથી, પૂરી શક્તિ સાથે, પૂરા સંકલ્પ સાથે સર્વોચ્ચ સ્તરે લઈ જઈશું. તેમણે કહ્યું કે આઝાદીના આટલા વર્ષો પછી ગરીબોના ઘરમાં અજવાળું છે તો તેમની ખુશી દેશની ખુશીને બળ આપે છે. ગરીબના ઘરમાં ગેસ કનેક્શન હોય, ધુમાડાના ચૂલામાંથી આઝાદી મળે તો તેનો આનંદ જ કંઈક અનેરો હોય છે.

PM મોદી લોકસભામાં

પીએમ મોદીએ કહ્યું કે ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે. એક નવી વિશ્વ વ્યવસ્થા, જેમાં આપણે બધા જીવી રહ્યા છીએ, હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે કોરોના સમયગાળા દરમિયાન વિશ્વ નવી સિસ્ટમો તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે એક એવો વળાંક છે કે ભારત તરીકે આપણે આ તક ગુમાવવી જોઈએ નહીં. ભારતનો અવાજ મુખ્ય ટેબલ પર ઊંચો રહેવો જોઈએ.

પીએમ મોદીએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી

 


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન પર આભાર પ્રસ્તાવની શરૂઆતમાં, ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે લતા મંગેશકરનો અવાજ મંત્રમુગ્ધ અને પ્રેરણાદાયક પણ હતો. તેમણે કહ્યું કે લતા મંગેશકરે લગભગ 36 ભાષાઓમાં ગાયું છે, આ પણ દેશની એકતા અને અખંડિતતા માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.

PM મોદી આભાર પ્રસ્તાવ પર જવાબ આપી રહ્યા છે

PM Modi in Lok Sabha:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં આત્મનિર્ભર ભારત વિશે વિગતવાર વાત કરી હતી.

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Speech In Lok Sabha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્રના પહેલા દિવસે સોમવારે સંસદમાં હિન્દીમાં સંબોધન કર્યું હતું. તે દરમિયાન 100 થી વધુ વખત એવું બન્યું કે સભ્યોએ તેમના નિવેદનોને ટેબલો થપથપાવીને આવકાર્યા. તેમનું સંબોધન સમાપ્ત થયા પછી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રાષ્ટ્રપતિના સંબોધનનો પ્રારંભિક અને છેલ્લો ભાગ અંગ્રેજીમાં વાંચી સંભળાવ્યો. મંચ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.