PM Modi Speech in Rajya Sabha: ગુરુવારે (9 ફેબ્રુઆરી) પીએમ મોદીએ રાજ્યસભામાં પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, "કેટલાક લોકોને સરકારી યોજનાઓના નામમાં સંસ્કૃત શબ્દોની સમસ્યા હતી. મેં રિપોર્ટમાં વાંચ્યું કે 600 સરકારી યોજનાઓનું નામ ગાંધી-નેહરુ પરિવારના નામ પર રાખવામાં આવ્યું છે, તેમ છતાં નેહરુજીનું નામ કેમ નથી લેવામાં આવતું. જો કોઈ કાર્યક્રમમાં નેહરુજીનું નામ ન લેવાય તો કેટલાક લોકોને ખોટુ લાગી જાય છે. લોહી ગરમ થઈ જાય છે કે, નેહરુજીનું નામ કેમ ન લીધું.


 






પીએમ મોદીએ આગળ કહ્યું, "મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે નેહરુજીનું નામ લેવાનં ક્યારેક હું ચૂકી ગયો હોઈશ, અમે તેને ઠીક પણ કરીશું કારણ કે તેઓ દેશના પહેલા વડાપ્રધાન હતા, પરંતુ મને સમજાતું નથી કે તેમની પેઢીમાંથી કોઈ વ્યક્તિ નેહરુ અટક રાખવામાં કેમ ડરે છે? નેહરુ અટક રાખવામાં શા માટે શરમ આવે છે. નેહરુ અટક રાખવામાં શરમ શાની છે? આટલું મહાન વ્યક્તિત્વ...તમને મંજૂર નથી...પરિવારને મંજૂર નથી અને તમે અમારી પાસે હિસાબ માગો છો.


દેશ કોઈ પરિવારની જાગીર નથી


તેમણે કહ્યું, આ સદીઓ જૂનો દેશ, લોકોની પેઢીઓની પરંપરાથી બનેલો છે, આ દેશ કોઈ પરિવારની જાગીર નથી. પીએમે કહ્યું, કયા પક્ષ અને સત્તામાં રહેલા લોકોએ કલમ 356નો દુરુપયોગ કર્યો? 90 વખત ચૂંટાયેલી સરકારોને તોડી પાડવામાં આવી, તે લોકો કોણ હતા? એક વડાપ્રધાને કલમ 356નો 50 વખત ઉપયોગ કર્યો અને તેનું નામ છે ઈન્દિરા ગાંધી. કેરળમાં એક સામ્યવાદી સરકાર ચૂંટાઈ આવી હતી. જે પંડિત નેહરુને ગમ્યું ન હતું અને તેને તોડી પાડવામાં આવ્યું હતું.


આ વિજ્ઞાન અને ટેકનોલોજી વિરોધી લોકો


કોંગ્રેસ પર પ્રહારો ચાલુ રાખતા PM એ કહ્યું, તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજીના પણ વિરોધી છે. તેઓ આપણા વૈજ્ઞાનિકોને બદનામ કરવાની કોઈ તક છોડતા નથી. તેઓ દેશની ચિંતા નથી કરતા, તેઓ પોતાના રાજકીય ઉતાર-ચઢાવથી ચિંતિત છે. દેશ આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વિશ્વમાં અગ્રેસર છે. ડિજિટલ ઈન્ડિયાની સફળતાએ આજે ​​સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે.


રાષ્ટ્રપતિ અને નાણામંત્રીનો ઉલ્લેખ કર્યો


વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં વધુમાં કહ્યું કે, "આ બજેટ સત્ર માટે ગર્વની વાત છે કે તે મહિલા રાષ્ટ્રપતિથી શરૂ થાય છે અને ઔપચારિક રીતે મહિલા નાણામંત્રીથી શરૂ થાય છે. દેશમાં આ પ્રથમ વખત છે. આવો સંયોગ ક્યારેય આવ્યો નથી અને ભવિષ્યમાં પણ આવી તકો જોવાનો અમારો પ્રયાસ રહેશે.