Arjun Ram Meghwal Profile: નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીની સાથે લગભગ 65 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. નવી મોદી સરકારમાં રાજસ્થાનમાંથી બે મંત્રીઓ બનાવવામાં આવી શકે છે અને તેમાં મોટું નામ અર્જુન રામ મેઘવાલનું છે. ચાલો જાણીએ કોણ છે અર્જુન રામ મેઘવાલ જે મંત્રી તરીકે શપથ લેશે.
રાજસ્થાનના બિકાનેરથી ચોથી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા અર્જુન રામ મેઘવાલ રાજસ્થાન ભાજપના મોટા દલિત ચહેરાઓમાંથી એક છે. મેઘવાલ આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે અને વર્ષ 2009માં તેઓ વીઆરએસ લઈને ભાજપમાં જોડાયા હતા અને બિકાનેરથી તેમની પહેલી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ પછી અર્જુન રામ મેઘવાલે પાછું વળીને જોયું નથી.
આ પછી વર્ષ 2014માં પણ ભાજપે અર્જુન રામ મેઘવાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મેઘવાલ વિશ્વાસ પર ખરા ઉતર્યા અને ફરી જીત્યા. તેવી જ રીતે, વર્ષ 2019 માં પણ અર્જુન રામ મેઘવાલ બીજેપીની ટિકિટ પર બીકાનેરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે 2024માં પણ મેઘવાલને બમ્પર જીત મળી હતી.
2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે અર્જુન રામ મેઘવાલને તે સરકારમાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ રાજ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. 2019ની સરકારમાં તેમને ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવ્યો હતો. જ્યારે અગાઉની સરકારમાં અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલય જેવું મોટું મંત્રાલય આપવામાં આવ્યું હતું.
અર્જૂન રામ મેઘવાલ રાજસ્થાન ભાજપના દિગ્ગ્જ નેતા છે. રાજસ્થાનમાં પાર્ટીનો સૌથી મોટો દલિત ચહેરો માનવામાં આવે છે. 2024ની ચૂંટણીમાં પણ મેઘવાલે બમ્પર જીત મેળવી છે.
દેશમાં યોજાયેલી 18મી લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને 292 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જ્યારે ભાજપને 240 બેઠકો મળી હતી.
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ સમારોહની તારીખ રવિવાર, જૂન 9, 2024 નક્કી કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 07.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે.