પ્રયાગરાજઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી હતી. જે બાદ તેમણે પવિત્ર સંગમ પર પૂજા અર્ચના પણ કરી હતી. મોદી અને યોગીએ ત્રિવેણી સંગમ પર આરતી પણ કરી હતી. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા.



લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો પ્રયાગરાજ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતા અહીંયા ડૂબકી લગાવી ચૂક્યા છે. યોગી આદિત્યનાથે તો કેબિનેટની મીટિંગ પણ પ્રયાગરાજમાં કરી હતી અને તેમણે મંત્રીઓ સાથે અહીં સ્નાન કર્યું હતું.



કુંભમાં ડૂબકી લગાવનારા નરેન્દ્ર મોદી ભારતના બીજા વડાપ્રધાન છે. આ પહેલા જવાહરલાલ નેહરુએ કુંભમાં ડૂબકી લગાવી હતી.