PM Modi JK Leaders Meeting: જમ્મુ-કાશ્મીરને લઈ પ્રધાનમંત્રી મોદીની બેઠક પૂર્ણ
મહત્વ પૂર્ણ બેઠકને લઈ કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ અપાયું છે.
પીએમ મોદીની બેઠક બાદ કૉંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે ચર્ચા દરમિયાન જણાવ્યું કે જે રીતે સ્ટેસ ડિઝોલ્વ થયું તે નહોતું થવુ જોઈતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર આ કરવામાં આવ્યું. પરંતુ તમામ વસ્તુઓ કહ્યું બાદ અમે પાંચ મોટી માંગ સરકાર સામે રાખી છે. અમે માંગ રાખીને રાજ્યોને દરજ્જો જલ્દી આપવો જોઈએ. અમે એ પણ માંગ રાખી કે કાશ્મીરી પંડિતોને પરત લાવે અને તેમના પુર્નવસનમાં મદદ કરે. રાજકારણ સાથે જોડાયેલા લોકો (પોલિટિક પ્રિઝનર્સ) બંધ છે તેમને છોડવામાં આવે. અમે સરકારને કહ્યું કે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો સમય છે. વિધાનસભા ચૂંટણી જલ્દી યોજાય તે વાત પણ કરી.
જમ્મુ કાશ્મીર પર પ્રધાનમંત્રી મોદીની બેઠક પૂર્ણ થઈ છે. પ્રધાનમંત્રી નિવાસ પર બેઠક આશરે ત્રણ કલાક સુધી ચાલી. જમ્મુ કાશ્મીરના આઠ પક્ષોના 14 નેતાઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી.
દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ પર જમ્મુ કાશ્મીરને લઈને ચાલી રહેલી બેઠક વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સીએમ મમતાએ કહ્યું કાશ્મીરની આઝાદી ન છીનવી લેવી જોઈએ. સીએમ મમતા બેનર્જીએ સવાલ કર્યો કે બે વર્ષમાં ભાજપ નેતાઓ સિવાય કોઈ કાશ્મીર નથી જઈ શક્યું. શું માત્ર ભાજપ દેશભક્ત છે, બાકી બધા આતંકવાદી છે ?
જમ્મુ કાશ્મીરને લઈને પ્રધાનમંત્રી નિવાસ પર બેઠક ચાલી રહી છે. બેઠકમાં પહોંચેલા નેતાઓનું પ્રધાનમંત્રી મોદીએ સ્વાગત કર્યું હતું. આ સાથે જ તમામ નેતાઓ સાથે ફોટો સેશન પણ થયું. આ બેઠકમાં આઠ પક્ષોના 14 નેતાઓ સામેલ થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જમ્મુ-કશ્મીરના નેતાઓની બેઠક શરૂ. બેઠકમાં PDPના મેહબૂબા મુફ્તિ, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્લુલ્લા, કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને અન્ય નેતાઓ હાજર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠકમાં હાજરી આપવા માટે જમ્મુ-કશ્મીરના ગવર્નર મનોજ સિન્હા પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા. આ ઉપરાંત ગુલામ નબી આઝાદ, ગુલામ અહમદ મીર અને તારાચંદ પણ 7 લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા.
ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું, વિધાનસભાની ચૂંટણી થશે તો પોતે ચૂંટણી નહીં લડે, પરંતુ તેમની પાર્ટી NC ચૂંટણી લડશે. પીએમ પાસે સાંભળવા જઈએ છીએ અને પોતાની વાત કહેવા. બધા જાણે છે કે, 5 ઓગસ્ટ 2019 એ નિર્ણય થયો અને તેના પછી શું થયું. સ્ટેટહૂડ પ્રાથમિક મુદ્દો છે.
ઉમર અબદુલ્લાનું નિવેદન, મીટિંગમાં ખુલ્લા મનથી જઈ રહ્યા છીએ. કોઈ એજન્ડા સાથે નથી જઈ રહ્યા. મારું વ્યક્તિગત નિવેદન છે કે, જમ્મુ-કશ્મીરમાં ચૂંટણી થઈ જોઇએ.
કાશ્મીરી નેતાઓની બેઠક પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પીએમ આવાસ પહોંચ્યા છે. કહેવાય છે કે, પીએમ મોદી અને અમિત શાહની વચ્ચે જમ્મુ કાશ્મીરના મુદ્દા પર વાત થઈ શકે છે. જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે ત્રણ કલાકે બેઠક શરૂ થશે.
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા પીએમ મોદી દ્વારા આજે બોલાવવામાં આવેલ સર્વપક્ષીય બેઠક માટે શ્રીનગરમાં પોતોના ઘરેથી રવાના થયા છે. આ બેઠક બપોરે ત્રણ કલાકે નવી દિલ્હીમાં પીએમ આવાસ પર મળવાની છે.
- નેશનલ કોન્ફરન્સના ફારુખ અબ્દુલ્લા
- ઉમર અબ્દુલ્લા
- કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, ગુલામ અહમદ મીર, તારાચંદ
- પીડીપીના મેહબુબા મુફ્તી
- ભાજપના નિર્મલ સિંહ, કવિન્દ્ર ગુપ્તા અને રવિન્દ્ર રૈના
- પીપુલ કોન્ફરન્સના મુજફ્ફર બેગ અને સજ્જાદ લોન
- પેન્થર્સ પાર્ટીના ભીમ સિંહ
- સીપીઆઈએમના એમવાઈ તારીગામી
- જેકે પાર્ટીના અલ્તાફ બુખારી
બ્રેકગ્રાઉન્ડ
જમ્મૂ કશ્મીરના નેતાઓ સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સર્વપક્ષીય બેઠક યોજોવાની છે. પ્રધાનમંત્રી આવાસ પર આજે બપોરે ત્રણ વાગ્યે આ બેઠક મળશે. આ બેઠક, એટલા માટે પણ અગત્યની છે કારણ કે, કલમ 370 હટ્યા બાદ પહેલી વાર કેંદ્ર સરકાર કાશ્મીરના નેતાઓ સાથે આમને સામને સંવાદ કરશે.
બેઠકમાં જમ્મૂ કશ્મીરના 8 પક્ષોના 14 નેતાઓ હાજર રહેશે. સાથે જ પીએમ મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, જમ્મૂ કશ્મીરના LG મનોજ સિંહા, NSA અજિત ડોભાલ, સેક્રેટરી પી.કે મિશ્રા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
મહત્વ પૂર્ણ બેઠકને લઈ કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ અપાયું છે. પીએમના નિવાસ સ્થાને મળનારી આ બેઠકમાં કાશ્મીરના વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા થશે.
તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોના ગુપકાર સંગઠને નિર્ણય કર્યો છે કે તે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 24 જૂનના રોજ જમ્મુ કાશ્મીરને લઇ બેઠક યોજાવવાની છે, જેમા જમ્મુ કાશ્મીરના પક્ષો, નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા.
આ બેઠક પહેલા મંગળવારે શ્રીનગરમાં ગુપકાર સંગઠનની બેઠક યોજાઈ. આ બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાના નિવાસ સ્થાને થઈ. બેઠક બાદ ડો. ફારૂકે કહ્યુ કે, અમે ક્યારેય વાતચીત વિરુદ્ધ રહ્યાં નથી. દિલ્હીએ વાતચીતનો કોઈ એજન્ડા જણાવ્યો નથી, તેથી દરેક મુદ્દે વાત થશે. કાશ્મીર મુદ્દે અમારૂ સ્ટેન્ડ બધાને ખ્યાલ છે, પીએજીડીનો એજન્ડા પણ ખ્યાલ છે, તેના પર કોઈ સમજુતી થશે નહીં. આ સિવાય અમે બધા રાજકીય કેદીઓને છોડવા અને દેશની વિવિધ જેલમાં બંધ કાશ્મીરી કેદીઓને પરત જમ્મુ કાશ્મીર જેલમાં સ્થાળાંતરિત કરવા પર ભાર આપીશું.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના કુલ 16 નેતાઓને કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક માટે આમંત્રણ અપાયું છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370, 35A હટાવ્યા પછી રાજ્યના નેતાઓ સાથે વાતચીત કરવાની આ કેન્દ્રની સૌથી મોટી પહેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -