નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને 2413 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશેય સતાવાર સૂત્રોના મતે વડાપ્રધાન વારાણસીના રિંગ રોડ તિરાહે પર આયોજીત થનારા કાર્યક્રમમાં ગંગા નદી પર બનેલા પ્રથમ મલ્ટી-મોડલ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. તે સિવાય નેશનલ હાઇવે-56ના બાબતપુરથી વારાણસી સુધી ફોર લેન, વારાણસી રિંગ રોડ ફેઝ-1, આઇડબલ્યૂટી, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે.


વડાપ્રધાન જે મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્દાટન કરશે જે જળ પરિવહનને પ્રોત્સાહન આપવાના મહત્વાકાંક્ષી યોજનાનો હિસ્સો છે. આ ગંગા નદી પર બનેલા પ્રથમ ત્રણ ટર્મિનલમાંનો એક છે. જળ માર્ગ વિકાસ પરિવહન યોજના હેઠળ બનેલા આ ટર્મિનલને હલ્દિયા-વારાણસી વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ-1 પર વિકસિત કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ બેન્કના આર્થિક તથા ટેકનોલોજીના સહયોગથી 5369.18 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચે બનનારા આ ટર્મિનલ મારફતે 1500થી 2000 ટનથી વધુ મોટા જહાજોની અવરજવર શક્ય બનશે.

તે સિવાય મોદી બાબતપુર-વારાણસી એરપોર્ટ રોડ અને વારાણસી રિંગ રોડનું લોકાર્પણ કરશે. તે સિવાય તે શહેરમાં સીવરેજ સંબંધી કેટલીક યોજનાઓનું પણ ઉદ્ધાટન કરશે. સાથે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન હેઠળ એક યોજનાનું શિલાન્યાસ પણ કરશે.