પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 16 જાન્યુઆરીએ કોરોના વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત કરશે. આ દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ હશે જે સમગ્ર દેશને કવર કરશે. લોન્ચ દરમિયાન તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના કુલ 3006 વેક્સીનેશન કેંદ્રો જોડાશે. ઉદ્ધાટનના દિવસે પ્રત્યેક સેન્ટર પર 100 લાભાર્થીઓને વેક્સીન લગાવવામાં આવશે.


આ વેક્સીનેશન કાર્યક્રમ સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા ફ્રન્ટ લાઈન વર્કરને વેક્સીનેશન માટે હશે, આ કાર્યક્રમ સરકારી અને પ્રાઈવેટ બંને ક્ષેત્રોના ફ્રન્ટ લાઈન વર્કસને વેક્સીનેશન માટે ખાસ ચલાવવામાં આવી રહ્યો છે.

વેક્સીનેશન કાર્યક્રમ કો-વિનનો ઉપયોગ કરશે, જે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિકસિત એક ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રસી સ્ટોક, તાપમાન અને કોરોના રસનીના લાભાર્થીઓની વ્યક્તિગત ટ્રેકિંગ વાસ્તવિક સમયની જાણકારી પ્રદાન કરશે.

કોરોના મહામારી, વેક્સીન રોલઆઉટ અને કો-વિન સોફ્ટવેર સાથે સંબંધિત પ્રશ્નોનો માટે એક ચોવીસ કલાક કાર્યરત કોલ સેન્ટર 1075 સ્થાપિત કરવામાં આવ્યું છે.