Delhi Drone Festival: દિલ્હીની પ્રગતિ મેદાનમાં દેશનો સૌથી મોટો ડ્રૉન મહોત્સવ આયોજિત થઇ રહ્યો છે, જેનુ ઉદઘાટન ખુદ વડાપ્રધાન મોદી કરશે. આજે 10 વાગે પીએમ મોદી પ્રગતિ મેદાનમાં આ ડ્રૉન મહોત્સવનુ ઉદઘાટન કરવા જઇ રહ્યાં છે. આ દરમિયાન પીએમ મોદી ડ્રૉન બનાવનારા અને ચલાવનારા લોકો સાથે વાતચીત કરશે. સાથે જ ખેડૂત ડ્રૉન ચાલકો સાથે પણ પીએમ મોદી વાતચીત કરશે.  


પીએમઓ તરફથી આપવામાં આવી જાણકારી -
બતાવવામાં આવ્યુ છે કે, આ ડ્રૉન મહોત્સવમાં 1600 લોકો ભાગ લેશે, બે દિવસીય ‘ભારત ડ્રૉન મહોત્સવ’ 27 મેથી શરૂ થઇ રહ્યો છે, વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 27 મેએ 10 વાગે દેશનો સૌથી મોટી ડ્રૉન મહોત્સવ ‘ભારત ડ્રૉન મહોત્સવ 2022’નુ ઉદઘાટન કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાન મોદી ખેડૂત ડ્રૉન ચાલકો સાથે પણ વાતચીત કરશે, ખુલ્લામાં ડ્રૉનના પરિચાલનના સાક્ષી બનશે અને ડ્રૉન પ્રદર્શની કેન્દ્રમાં સ્ટાર્ટઅપની સાથે પણ સંવાદ કરશે. 


ડ્રૉન મહોત્સવમાં શું હશે ખાસ ?
આ ઇવેન્ટમાં સરકારી અધિકારીઓ, વિદેશી રાજનાયિકો, સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, પ્રાઇવેટ કંપનીઓ અને ડ્રૉન સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા 1,600 થી વધુ લોકો ભાગ લઇ રહ્યાં છે. નિવેદન અનુસાર, 70 થી વધુ પ્રદર્શક (એક્ઝિક્યૂટર્સ) પ્રદર્શનીમાં ડ્રૉનના જુદાજુદા વપરાશના સંબંધમાં જાણકારી આપશે. 


નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ મહોત્સવમાં ડિજીટલ માધ્યમથી ડ્રૉન પાયલટ સર્ટિફિકેટ વહેંચવામાં આવશે, ઉત્પાદોનુ ઉદઘાટન થશે, પેનલ ચર્ચાઓ થશે, પરિચાલન બતાવવામાં આવશે અને મેડ ઇન ઇન્ડિયા ડ્રૉન ટેક્સીનુ મૉડલ પણ દેખાશે.


આ પણ વાંચો.........


LPG Subsidy: તમને LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળી છે કે કેમ તે તપાસવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો


કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે


અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો


સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં


IPL-2022 Qualifier 2: આજે ફાઇનલ માટે રાજસ્થાન રોયલ્સ અને બેગ્લોર વચ્ચે જંગ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન ?