Assam Flood Update: આસામમાં પૂરના કારણે સ્થિતિ ભયાનક બની રહી છે. પૂરના કારણે એક બાળક સહિત વધુ બે લોકોના મોત થયા છે. રાજ્યના સાત જિલ્લામાં પૂરથી 5.61 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરની સ્થિતિમાં મદદ માટે એસડીઆરએફને 324 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી દેવામાં આવી છે.






આ વાતની જાણકારી આપતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે આસામની વર્તમાન પૂરની સ્થિતિનો સામનો કરવા માટે એસડીઆરએફને 324 કરોડ રૂપિયાની રકમ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભારી છું. આ રકમ અસરગ્રસ્ત નાગરિકોની સમયસર મદદ અને પુનઃવર્સન સુનિશ્વિત કરશે.


મૃત્યુઆંક વધીને 30 થયો


આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના દૈનિક અહેવાલ મુજબ, ગુરુવારે કામરૂપ અને નૌગાંવના રાહામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ વર્ષે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 30 થયો છે. 5,61,100 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા હતા.


 


Kia EV6 Review: 500Km થી વધુની રેન્જ અને આકર્ષક દેખાવ સાથે આ કાર માત્ર 18 મિનિટમાં 80% ચાર્જ થઈ જશે


Tecno Pova 3: 7000mAh બેટરીવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે


Multiple Bank Accounts: જાણો વધુ બેંક એકાઉન્ટ્સ રાખવાના ફાયદા અને ગેરફાયદા શું છે?


IPL 2022: RCBના આ બેટ્સમેને આઈપીએલમાં પસંદગી થતાં લગ્ન મોકૂફ રાખ્યા, વાંચો ક્રિકેટરની ફિલ્મી કહાની


નૌગાંવ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે


આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુરુવારે જણાવ્યું હતું કે 66,836 પૂર પ્રભાવિત લોકો પાંચ જિલ્લામાં આશ્રય લઈ રહ્યાં છે. નૌગાંવ આસામમાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં 3.68 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કછાર જિલ્લામાં લગભગ 1.5 લાખ લોકો અને મોરીગાંવમાં 41,000 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.