નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi), 1 જૂલાઇના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘ડિજિટલ ઇન્ડિયા’ ના ( Digital India) લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન ‘ડિજિટલ ઈન્ડિયા’ ના વર્ષ 2015 માં શરૂ થયાને 6 વર્ષ પૂરા થવા પર કરવામાં આવ્યું છે.
એક જ દિવસમાં ગુજરાતમાં નોંધાયા કોરોનાના 93 કેસ
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 326 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3230 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 326 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,147 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. આ દરમિયાન આજે નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પૌલે પ્રેસ કોન્ફરન્સમાં ઘણી મહત્વની વિગતો આપી હતી.
શું કહ્યું ડો. વી.કે.પૌલે
ડો.પૌલે કહ્યું, મોડર્નાની રસીને મંજૂરી આપવામાં આવી છે. જે આંતરરાષ્ટ્રીય ધોરણે વિકસાવેલી પ્રથમ રસી છે. જેનો મર્યાદીત ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે.હાલ, કોવેક્સિન, કોવિશીલ્ડ, સ્પુતનિક-વી તથા મોડર્ના એમ ચાર રસી છે. ફાઇઝર સાથેની ડીલ ટૂંક સમયમાં જ થશે.સ્તનપાન કરાવતી માતાઓ માટે ચારેય રસી સલામત છે. રસીનો વંધ્યત્વ સાથે કોઈ સંબંધ નથી.ગર્ભવતી મહિલાઓને કોરોના રસીને લઈ ટૂંક સમયમાં એડવાઇઝરી બહાર પાડવામાં આવશે. વેક્સિન ગર્ભવતી મહિલાઓ માટે સલામત છે.