Purvanchal Expressway Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસવેનુ ઉદઘાટન કરવા માટે ઉત્તરપ્રદેશ આવી રહ્યાં છે. પીએમ મોદી લૉકહિડ માર્ટિન સી-130 હેરક્યૂલિસથી બપોરે દોઢ વાગે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર લેન્ડ કરશે.
વડાપ્રધાનની આગેવાની માટે ઉત્તરપ્રદેશના મુખ્યંમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહશે. વળી, પીએમ મોદી 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસવેના ઉદઘાટન બાદ ભાષણ પણ આપશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વાંચલ એક્સપ્રેસવે યોગી આદિત્યનાથનો મેગા પ્રૉજેક્ટ છે. વળી, જાણકારી અનુસાર, પીએ મોદીના ભાષણ બાદ લગભગ અડધા કલાકનો એર શૉ પણ થશે. જેમાં દેશના ફાઇટર જેટ આપણા દેશનો દમ બતાવશે. આજે દેખાશે મિરાજ-સુખોઇ અને જગુઆરનો જલવો, પીએમ મોદી કરશે પૂર્વાંચલ એક્સ્પ્રેસવેનુ ઉદઘાટન......
પૂર્વાંચલ એક્સપ્રેસવેનુ ઉદઘાટન થવાની સાથે જ એક્સપ્રેસ વે પર બનેલા રન વે પર ઇન્ડિયન એરફોર્સના લડાકૂ વિમાન એર શૉ દ્વારા પોતાનુ પરાક્રમ અને શોર્યનુ પ્રદર્શન કરશે, જેના માટે એક્સપ્રેસ વે પર સુલ્તાનપુરમાં કુરેભાર ગામની પાસે 3.2 કિલોમીટર લાંબો રન વે બનાવવામાં આવ્યો છે. ફાઇટર એટક્રાફ્ટ સુખોઇ, જગુઆર અને મિરાજ ફ્લાયપૉસ્ટ કરશે. બપોરે 2.40 વાગે એર શૉ શરૂ થશે.
પૂર્વાંચલ એક્સપ્રેસ વે બનાવવામાં ખર્ચ થયા આટલા કરોડ રૂપિયા-
આ આખા 341 કિલોમીટર પૂર્વાંચલ એક્સપ્રેસ વેને બનાવવા માટે લગભગ 22 હજાર 495 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ હાઇવેથી રાજ્યોના નવ જિલ્લા (લખનઉ, બારબંકી, અમેઠી, સુલ્તાનપુર, અયોધ્યા, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર) જોડાયેલા છે.