Srinagar Encounter: જમ્મુ કાશ્મીરના શ્રીનગર હૈદરપુરામાં સુરક્ષાદળોને આજે મોટી સફળતા મળી છે. સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સાંજે સાડા છ વાગ્યાથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેના થોડા જ સમયમાં એક આંતકીને ઠાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષાદળોએ સાડા આઠ વાગ્યે બીજા આતંકવાદીને ઠાર માર્યો હતો. ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અગાઉ સુરક્ષાદળોએ ગુરુવારે ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા હતા.


આ વર્ષે અત્યાર સુધીમાં 130થી વધુ આતંકવાદીઓએ સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા. ઘાટીમાં 38 વિદેશીઓ સહિત 150-200 આતંકી સક્રીય છે. જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં દિવસોમાં આતંકી ઘટનાઓમાં વધી ગઇ છે. આઠ નવેમ્બરના રોજ આતંકવાદીઓએ એક સેલ્સમેનની હત્યા કરી હતી. તેના એક દિવસ અગાઉ સાત નવેમ્બરના રોજ આતંકીઓએ એક કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી.




જ્યારે ઓક્ટોબરમાં આતંકવાદીઓએ 13 નાગરિકોની હત્યા કરી હતી. જેમાં બિઝનેસમેન, મજૂર અને શિક્ષક સામેલ હતા. ઓક્ટોબરમાં જ 12 જવાન શહીદ થયા હતા. જ્યારે સુરક્ષાદળોએ 20 આતંકીઓને ઠાર માર્યા હતા.