PM Suryoday Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના અલગ અલગ વર્ગોને ધ્યાનમાં રાખીને સરકાર યોજનાઓ લઈને આવે છે. વીજળીની વધતી વપરાશથી લોકોના ઘરોના વીજળી બિલ પણ વધીને આવી રહ્યા છે. અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તો વીજળીનો વપરાશ ખૂબ જ વધારે થઈ રહ્યો છે.
આ જ બાબતને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકારે ગરીબ જરૂરિયાતમંદો માટે એક યોજના લઈને આવી છે. જેમાં લોકોના ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. જેનાથી વીજળીનો ખર્ચ કાબૂમાં આવશે. સરકાર તરફથી સોલાર પેનલ લગાવવા પર સબસિડી પણ આપવામાં આવી રહી છે. કોણ લગાવી શકે છે પીએમ સૂર્યોદય યોજના હેઠળ પોતાના ઘરમાં સોલાર પેનલ શું છે તેના માટેનો માપદંડ વિશે જાણીએ.
આ લોકોને મળશે સૂર્યોદય યોજનાનો લાભ
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ સૂર્યોદય યોજના હેઠળ લોકોના ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવે છે. આ યોજના હેઠળ વીજળીના બિલને શૂન્ય કરવાનું લક્ષ્ય છે. વડાપ્રધાન મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યાથી આ યોજનાની જાહેરાત કરી હતી એક કરોડ લોકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ માત્ર તે લોકોને જ મળી શકે છે જે તેના માટે પાત્ર હોય છે.
એટલે કે જે લોકો ગરીબ વર્ગમાંથી આવે છે સૌથી પહેલા તેમને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે ત્યારબાદ મધ્યમ વર્ગના લોકોને યોજનાનો લાભ આપવામાં આવશે. પીએમ સૂર્યોદય યોજના માટે માત્ર તે લોકો જ અરજી કરી શકે છે જેમની પાસે પોતાનું ઘર હોય અને તેમની પાસે ભારતનું નાગરિકત્વ હોય. તેમની વાર્ષિક આવક દોઢ લાખ અથવા દોઢ લાખથી ઓછી હોવી જોઈએ.
આ લોકોને નહીં મળે લાભ
પીએમ સૂર્યોદય યોજના હેઠળ તે લોકોને લાભ આપવામાં આવતો નથી જે ટેક્સ ભરવાના દાયરામાં આવે છે. તો વળી એવા લોકો જે સરકારી નોકરી કરે છે અથવા તો જેમના પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરી કરે છે આ પ્રકારના લોકોને પણ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી.
આ યોજનાનો ઉદ્દેશ છે ગરીબ જરૂરિયાતમંદોના વીજળી બિલના ખર્ચથી બચાવવાનો. તેમના ઘરનું વીજળી બિલ શૂન્ય કરવાનું છે. સૂર્યોદય યોજના હેઠળ ભલે બધાને લાભ ન મળે પરંતુ અન્ય યોજનાઓ હેઠળ કોઈપણ સોલાર પેનલ લગાવવા પર ભારત સરકાર પાસેથી સબસિડી મેળવી શકે છે.