નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ વર્ષે દિવાળીની ઉજવણી ચીન બોર્ડર પર આઈટીબીપી જવાનો સાથે કરશે. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પીએમ મોદી શનિવારે દિવાળીના દિવસે ઉત્તરાકંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર તૈનાત આઈટીબીપી જવાન સાથે દિવાળીની ઉજવણી કરશે.
દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સરહદ પરના કાર્યક્રમને ગુપ્ત રાખવામાં આવ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાક સરહદ પર ત્રણેય સેનાઓ અને તમામ સુરક્ષા દળ ઓપરેશન રેડિનેસ પર છે. એવામાં પ્રધાનમંત્રી કાર્યાલયે હાલમાં સેના પાસે કોઈ ખાસ સગવડતા કરવાનું નથી કહેવામાં આવ્યું.
પીએમ 29 ઓક્ટોમ્બરે વાયૂસેનાના ખાસ વિમાન એમઆઈ 17 હેલીકૉપ્ટરથી ગૌચર પહોંચશે. પીએમ સાથે NSA અજીત ડોભાલ પણ હાજર રહેશે. પીએમ સૌપ્રથમ સવારના ભગવાન બદ્રીનાથના દર્શન કરશે. પૂજા અર્ચના કર્યા બાદ પીએમ બદ્રીનાથથી આગળ માણામાં આઈટીબીપી અને સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. પીએમ નરેંદ્ર મોદી સરહદ પર જવાનો સાથે ચા-પાણીનો નાસ્તો પણ કરશે.
આ પ્રથમ વખત નથી કે પીએમ દિવાળીના તહેવાર પર જવાનો સાથે સરહદ પર જઈ રહ્યા હોય. મોદી પ્રધાનમંત્રી બન્યાબાદ છેલ્લી બે દિવાળી સેના સાથે સરહદ પર ઉજવી ચુક્યા છે.