દિલ્હી પોલીસે પાકિસ્તાની હાઈ કમિશનના આ અધિકારી પાસે સેના સાથે જોડાયેલ ખૂબ જ ગુપ્ત દસ્તાવેજ મળી આવ્યા છે. પોલીસ પૂછપરછ કરી રહી છે કે તેની પાસે આ દસ્તાવેજ કેવી રીતે અને ક્યાંથી આવ્યા.
આ અધિકારીની એવા સમયે ધરપકડ થઈ છે જ્યારે ઉરી હુમલાનાજવાબમાં ભારત તરફથી પીઓકેમાં કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈક બાદ બન્ને દેશની વચ્ચે તણાવ વધી ગયો છે.
એબીપી ન્યૂઝના સંવાદદાતા રાજન સિંહનું કહેવું છે કે, વિતેલા વર્ષે નવેમ્બર, ડિસેમ્બર મહિનાથી જ્યારે એરફોર્સના બે અધિકારીની આઈએસઆઈના સંપર્કમાં હોવાને કારણે ધરપકડ થઈ હતી ત્યારથી આ મામલે તપાસ ચાલી રહી હતી.