લખનઉઃ નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ દેશભરમાં મેમોને લઈ તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક એવો મામલો સામે આવ્યો છે જેમાં પોલીસે એક બળદગાડાનો પણ મેમો ફાડી દીધો હતો. મામલો ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લાના સાહસપુરનો છે. પોલીસે શનિવારે અહીંયા બળદગાડુ ખેતર માલિકના ખેતરમાં જ શેઢા ઉપર ઉભું હતું તેમ છતાં મેમો ફટકાર્યો હતો.


(પ્રતીકાત્મક તસવીર)

સબ ઈન્સ્પેક્ટર પંકડ કુમારના નેતૃત્વમાં પોલીસની એક ટીમ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે તેમને એક બળદગાડુ જોવા મળ્યું હતું. પરંતુ તેની આસપાસ કોઈ નહોતું, પોલીસવાળાએ ગ્રામીણોને પૂછ્યું તો ખબર પડી કે બળદગાડી રિયાઝ હસનની છે. તે ત્યાં હાજર નહોતો, જે બાદ પોલીસની ટીમ બળદગાડાને લઈ હસનના ઘરે ગઈ અને વીમા વગરના વાહન ચલાવવાના મોટર એક્ટની કલમ 81 અંતર્ગત એક હજાર રૂપિયાનો મેમો આપી દીધો.

(પ્રતીકાત્મક તસવીર)

બીજા દિવસે હસનને લાગ્યું કે પોલીસ કર્મચારીઓ ભૂલ કરી છે ત્યારે તેણે તેમને પૂછ્યું કે મારા જ ખેતરને છેડે ગાડુ ઉભું રાખવાનું ચલણ કેવી રીતે આપી શકો છો? જે બાદ રવિવારે તેનો મેમો કેન્સલ કરવામાં આવ્યો હતો.

ધરતી પુત્રો આનંદો, હવામાન વિભાગે કરી મોટી આગાહી

 દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે ભારતીય, 5 વર્ષમાં દેવાદારીમાં થયો અધધ વધારો