પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મૃતકના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આટલી રકમ કોઈપણ અધિકારીના પરિવારને આપવામાં આવશે જેમનું આ સમયે કર્તવ્ય નિર્વહન દરમિયાન મોત થશે.
લુધિયાણાના જિલ્લા જનસંપર્ક કાર્યાલયે ટ્વિટ કર્યું, દુખદ સમાચાર, એસપી અનિલ કોહલીનું નિધન થયું છે. તેઓ લુધિયાણાના એસપીએસ હોસ્પિટલમાં દાખલ હતા. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પોલીસ મહાનિર્દેશક દિનકર ગુપ્તાએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રીએ ટ્વિટ કરી કહ્યું, 'એ જણાવતા ખૂબ દુખ થાય છે કે કોરોના વાયરસના સંકમણના કારણે આપણે ગુરમૈલ સિંહ કાનૂનગો અને આજે અનિલ કોહલીને ગુમાવ્યા છે. આ સંકટ સમયમા કોરોના વાયરસ સંક્રમણના કારણે આપણા યોદ્ધાને ગુમાવવા રાજ્ય માટે ખૂબ મોટું નુકશાન છે. દુખના આ સમયમાં હું તેમના પરિવાર સાથે છું.'
એસપી અનિલ કોહલીને 12 એપ્રિલના કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઈ હતી. શુક્રવારે તેમના પત્ની સુરક્ષા ગાર્ડ અને એક સ્ટેશન પ્રભારીના પણ સંક્રમિત થવાની પુષ્ટી થઈ છે.