હૈદરાબાદ પોલીસની ટાસ્ક ફોર્સની ટીમે રવિવારે વહેલી સવારે બંજારા હિલ્સની એક ફાઇવ સ્ટાર હોટલના પબમાં રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વીઆઈપી, અભિનેતા અને રાજકારણીઓના બાળકો સહિત લગભગ 142 લોકોની અટકાયત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેમાંથી કોકેન અને ચરસ જેવા પ્રતિબંધિત પદાર્થો મળી આવ્યા છે. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં જાણીતા નેતા અને અભિનેતા સંતાનો હોવાની વાત સામે આવી છે.


 






તો બીજી તરફ બંજારા હિલ્સ સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)શિવ ચંદ્રને હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદ દ્વારા ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના સ્થાને ટાસ્ક ફોર્સના કે. નાગેશ્વર રાવને જવાબદારી સોંપવામાં આવી છે. હોટેલનું પબ મોટા રાજકારણીમી દીકરીનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 


રેડિસન બ્લુ હોટેલ પર રેડ એવા સમયે પડી છે જ્યારે પોલીસે ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન તેજ કર્યું છે. આ માટે હૈદરાબાદ-નાર્કોટિક્સ એન્ફોર્સમેન્ટ વિંગની રચના કરવામાં આવી છે.


નાસિક નજીક મોટી ટ્રેન દુર્ઘટના


મહારાષ્ટ્રના નાસિક પાસે એક મોટા ટ્રેન અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ જયનગર એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો. ડાઉન લાઇન પર નાસિક નજીક લાહવિત અને દેવલાલી વચ્ચે ટ્રેન નંબર 11061 LTT-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ) ના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતની માહિતી મળતાં જ એક્સિડન્ટ રિલિફ ટ્રેન અને મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના થઈ હતી. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ નાસિક પાસે ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેની માહિતી રેલવેને તાત્કાલિક અસરથી આપવામાં આવી હતી. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે તેનો આંકડો હજુ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી, આ ઉપરાંત કોઈના મોતના પણ સમાચાર નથી.