મુંબઇઃ આલીશાન હૉટલોમાં ચાલી રહેલા દેહ વ્યાપારના મોટા રેકેટનો ભાંડાફોડ મુંબઇ પોલીસે કર્યો છે. આની સાથે પોલીસે આઠ જેટલી રુપલલાનાઓને દેહ વ્યાપારીઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે. એક ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, અને ત્યાર બાદ કાર્યવાહી કરાઇ હતી.


સુત્રો અનુસાર ક્રાઇમ ઇન્ટેલિજન્સ યૂનિટને આ વિશે સૌથી પહેલા જાણકારી મળી હતી. આ પછી પોલીસની એક સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી. જેને અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. બાતમી એ હતી કે મુંબઇના કેટલાક વિસ્તારોમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે.

આ દરમિયાન જૂહૂ બીચની પાસે એક આલીશાન હૉટલમાં પણ દરોડા પાડવામાં આવ્યા. પોલીસ અહીંનો નજારો જોઇને સ્તબ્ધ થઇ ગઇ. અધિકારીઓએ જણાવ્યુ કે અહીં જે મહિલાઓ મળી તેમને જબરદસ્તીથી દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી હતી. પોલીસે એવી 8 છોકરીઓને મુક્ત કરાવી હતી.

આની સાથે ત્રણ એવા લોકોની પણ ધરપકડ કરવામા આવી જે છોકરીઓએ ફોસલાવીને તેમને દેહ વ્યાપારમાં ધકેલી રહ્યો તો. અધિકારીઓ અનુસાર આ રેકેટમાં કેટલાક બીજા લોકો પણ સામેલ હોઇ શકે છે, અને તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ મુક્ત કરાવવામાં આવેલી છોકરીએની પુછપરછ કરવામાં આવી રહી છે.

છોડાવવામાં આવેલી મોટાભાગના છોકરીઓ મૉડલિંગમાં પોતાનુ ભવિષ્ય બનાવવા માટે મુંબઇ આવી હતી, પરંતુ કામ ના મળવાથી તે પરેશાન હતી. દેહ વ્યાપારના દલાલ આવી જ મજબૂર છોકરીઓની ફિરાકમાં રહેતા હોય છે, અને પછી તેને પોતાની જાળમાં ફસાવી લેતા હોય છે.

ઉલ્લેખનીય છે કે મુંબઇ પોલીસે આ પહેલા પણ આ રીતે બીજા કેટલાય રેકેટ પકડ્યા છે. આવા કેસોમાં હૉટલ વગેરેની મિલીભગત હોય છે. સાથે મુંબઇ પોલીસ આ કેસના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. પોલીસે પકડાયેલા આરોપીઓની પાસેથી ગ્રાહકોનું લિસ્ટ પણ કાઢવામાં આવી રહ્યું છે.