લગભગ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની લડાઈ સામે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. ભારતમાં પ્રથમ દિવસ 1 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. આગળના તબક્કામાં વરિષ્ઠ નાગરિકોને રસી આપવાની તૈયારી છે. જોકે માત્ર રસી લેવાથી જ મહામારી ખત્મ થઈ જશે તેની કોઈ ગેરેન્ટી નથી.


ઉપયોગમાં લેવામાં આવી રહેલ રસી હાલમાં પ્રાયોગિક તબક્કામાં છે. માટે જ કોરોના પહેલાની જીવી સ્થિતિ હાલમાં આવવી શક્ય નથી. રસી જીવનને સરળ બનાવી શકે છે. પરંતુ મહામારીને ખત્મ કરવા માટે હજુ લાંબી લડાઈ લડવી પડશે. માટે જ રસી લીધા બાદ પણ કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

માસ્ક વગર ફી નહીં શકાય

રસીકરણ મોટેબાગે એક હદ સુધી માત્ર સુરક્ષા આપે છે. પરંતુ ફરીથી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ છે. મોટાપાયે રસીકરકણનો ટાર્ગેટ પુરો થવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેનો મતલબ એ થયો કે હજુ પણ મોટાભાગના લોકોને ચેપ લાગવાનું જોખમ છે. આપણે નથી ખબર કે કોણ કોરોના વાયરસનો વાહક છે અને કોણ નથી. કેટલાક એવા લોકો પણ હશે જે ડોઝ નહીં લે માટે માસ્ક પહેરવું જરૂરી છે.

45 દિવસ સુધી આલ્કોહોલનું સેવન નહીં

રસી ત્યારે જ કારગર સાબિત થશે જ્યારે મજબૂત અને સ્વસ્થ્ય ઇમ્યૂન સિસ્ટમ તેનું સમર્થન કરશે. આ કારણે જ નિષ્ણાંતોએ આલ્કોહોલ પીવાની ના પાડે છે. તેમના અનુસાર, લોકોએ રસી લીધા બાદ ઓછામાં ઓછા 45 દિવસ સુધી આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે આલ્કોહોલ ઇમ્યૂનના કામકાજને દબાવી દે છે.

કોરોના દર્દીની સારસંભાળ રાખી શકાય છે

રસીના બન્ને ડોઝા લીધા બાદ તમે કોરોના દર્દીની સારસંભાળ રાખી શકો છો. આ એક મુખ્ય કારણે જ સ્વાસ્થ્ય કર્મચારી, ફ્રન્ટ લાઈન વર્કર્સને કોરોના રસીમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. જોકે પ્રાથમિક સુરક્ષા ઉપાયોનું પાલન કરવું હજુ પણ જરૂરી છે.

સોશિયલ ડિસ્ટન્સનું હજુ પણ પાલન કરવું જરૂરી

છ ફૂટનું અંતર સંક્રમણને રોકવા માટે ઓગ્ય છે. અનેક રીસર્ચમાં સાબિત થયું છે કે સોશિયલ ડિસ્ટન્સને પહેલાથી જ ચેપને ફેલાતો અટકાવવામાં મદદ કરી છે.

કેટલીક જગ્યાએ હજુ પણ જોખમ

રસી લીધા બાદ લોકોને પોતાની મરજી પ્રમાણે ફરવાની મંજૂરી નથી મળી જતી અથવા શરૂઆતના તબક્કામાં મોટી સંખ્યામાં ભેગા ન થઈ શકાય. હર્ડ ઇમ્યૂનિટી મેળવવા સુધીમાં એવા લોકો પણ હશે જેને રસી નહીં લીધી હોય. એવામાં શંકા છે કે ચેપ બીજા સુધી ફેલાઈ શકે છે. આપણે યાદ રાખું જોઈએ કે કોઈ રસી માત્ર શરીરમાં વાયરસને ફેલાતો રોકવામાં મદદ કરશે પરંતુ ચેપ ફેલાતો અટકાવવામાં મદદ કરે એ જરૂરી નથી. બારત રેસ્ટોરન્ટ અને અન્ય જોખમી જગ્યાઓ હાલમાં સામાન્ય ઉપયોગ માટે બંધ કરવામાં આવી શકે છે.