જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકી હુમલો, એક જવાન શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Sep 2016 10:31 AM (IST)
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કરી દીધો હતો. હાલમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, આ હુમલામાં એક જવાન શહીદ થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બે આંતકવાદીઓને પકડી લેવામાં આવ્યા છે. પ્રથમ આતંકી પુંછના મિની સચિવાલય અને બીજો આતંકી એક સ્થાનિક નાગરિકના ઘરમાં ઘુસી ગયો હતો. ફાયરિંગમાં કોન્સ્ટેબલ સંદીપ કુમાર શહીદ થયા હતા.