નવી દિલ્લીઃ રેલવેમાં સુધાર માટે પ્રધાનમંત્રી કાર્યલયત તરફથી માંગવામાં આવેલી સલહામાં નીતિ આયોગે નરેંદ્ર મોદી સરકારને રેલ બજેટ અલગથી રજૂ કરવાને બદલે સામાન્ય બજેટ સાથે રજૂ કવરવાની સલાહ આપવામાં આવી છે. આયોગના એક પેનલે કેંદ્ર સરકારને સલાહ આપી છે કે, રેલવે બજેટને દૂર કરી દેવામા આવે. આ મામલે પેનલે પીએમઓને પોતાનો રિપોર્ટ મોકલી આપ્યો છે.


આયોગના સભ્ય વિવેક દેબરૉયની અધ્યક્ષતાની પેનલનું કહેવુ છે કે, રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે રજૂ કરવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બજેટને છેલ્લી વાર રજૂ કરવામાં આવી શકે છે.

આ પહેલા પેનલે રીસ્ટ્રક્ચરિંગને લઇને રિપોર્ટ આપ્યો હતો. તેમા પણ આયોગે ભલામણ કરી હતી. આ ભલામણમાંથી અમુક લાગુ કરવામાં આવી હતી. દેબરૉય પેનલની ભલામણ રેલવે મિનિસ્ટ્રી પાસે જવાબ માગવામાં આવ્યો છેં