Cinematography Bill 2021: નવા સિનેમેટોગ્રાફી બિલ 2021 પર આજે સંસદ સમિતિ ચર્ચા કરશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી તરફથી કમલ હસન આ બેઠકમાં સામેલ થશે. ફિલ્મ નિર્દશક સુધીર મિશ્રા, અનુરાગ કશ્યપ અને વિશાલ ભારદ્વાજ સહિતની હસ્તી આ બિલનો વિરોધ કરી રહી છે. આ બધા જ લોકો બિલને અભિવ્યક્તિની આઝાદી પર ખતરો ગણાવી રહ્યાં છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સરકારના પ્રસ્તાવ સામે એક પત્ર લખ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 'Cinematography Bill 2021'નો વિરોધ કર્યો છે. ફિલ્મઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓએ આ પત્ર પર સાઇન કરી છે. તેનું માનવું છે કે, સરકાર સેન્સર બોર્ડ ઉપર ખુદને સુપર સેન્સર બનાવવા ઇચ્છે છે અને તે સંવિધાન વિરૂદ્ધ છે. તો મામલે ફિલ્મ ઇન્સ્ટ્રી અને સરકારનું શું કહેવું છે, આવો જાણીએ
કેન્દ્ર સરકાર દ્રારા પ્રસ્તાવિત 'Cinematography Bill 2021' બિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું રાજનિતીકરણ કરવા માટેની કોશિશ છે?શું આ બદલાવ અભિવ્યક્તિની આઝાદી પર હુમલો અને ફિલ્મકારોને નિયંત્રિત કરવાની કોશિશ છે?. કે પછી સરકારની આ પહેલ નવા સમય સાથે નવા ફેરફાર સાથે જ માત્ર જોડાયેલી છે.ઉલ્લેખનિય છે કે, ધી સિનેમેટ્રોગ્રાફ એક્ટ 1952ના આધારે દેશમાં રિલીઝ થતી દરેક ફિલ્મને સેન્સર બોર્ડ પાસ કરે છે. જો કે હવે સરકારનું માનવું છે કે, ધી સિનેમેટ્રોગ્રાફ એક્ટ 1952 બહુ જુનુ અને આઉટડેટેડ થઇ ગયું છે અને તેમાં હવે ફેરફારની જરૂર છે. હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ વાતને લઇને ચિંતિત છે કે આ નવા બિલથી સરકારને સેન્સર બોર્ડના નિર્ણય બદલવાનો અધિકાર મળી જશે. ફિલ્મઇન્ડસ્ટ્રીની દલીલ છે કે આ પ્રસ્તાવ સંવિધાન વિરૂદ્ધ છે અને તેનાથી ફિલ્મોમાં રાજનૈતિક હસ્તક્ષેપ વધશે.
સરકારનું માનવું છે કે, દેશનો માહોલ ખરાબ કરનાર અથવા દેશની અખંડિતા વિરોધનો કોઇ સીન કે સંવાદ છે તો તેમાં ફેરફાર કરવાના પ્રસ્તાવ પર આટલો વિરોઘ કેમ, જો કે અહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દલીલ છે કે, આ નિર્ણય કરવા માટે એક સરકારી સંસ્થા એટલે કે સેન્સર બોર્ડ પહેલાથી મોજૂદ છે. આવું કરવું સેન્સર બોર્ડનું પણ અપમાન છે. આ પ્રસ્તાવ તે પણ બતાવે છે કે, સરકારનને સેન્સરબોર્ડ પર વિશ્વાસ નથી રહ્યો.
જો કે આ સંશોધનનો પ્રસ્વાત લાવ્યા પહેલા જ સરકારે આ જ વર્ષે એપ્રિલ મહિનામાં અચાનક Film Certification Appellate Tribunalને ભંગ કરી દીધો હતો એટલે જે નિર્માતા સેન્સર બોર્ડના નિર્ણયથી ખુશ ન હતા. જે Film Certification Appellate Tribunalમાં સુનાવણી જઇ શકતા હતા પરંતુ સરકારે ફિલ્મકારોનો આ રસ્તો પણ બંધ કરી દીધો. ફિલ્મકારોનું માનવું છે કે, વેબ સીરિઝ અને ફિલ્મો પર કોઇના કોઇ કારણોસર લોકોની ભાવના આહત થતી રહે છે. આ એક્ટ બાદ ફિલ્મ બનાવવું વધુ મુશ્કેલ થઇ જશે. ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલે કહ્યં કે, કેટલીક ફિલ્મો સરકાર અને સમાજને આયનો બતાવવા માટે હોય છે પરંતુ તો આ બધા જ પ્રતિબંધ બાદ અભિવ્યક્તિની આઝાદી જેવું તો રહેશે જ નહી, આ પ્રસ્તાવિત બિલ પર આખરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિરોધ બાદ સરકાર શું વલણ અપનાવશે તે જોવું રહ્યું