Delhi-NCR Weather Updates 03 November 2022: દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઠંડીની સિઝનમાં વધારો થઇ રહ્યો છે, આ સાથે સાથે હવે ત્યાં પ્રદુષણનુ લેવલ પણ સતત વધવા લાગ્યા છે. દિવસે સામાન્ય તડકો મળી રહ્યો છે, અને સવાર-સાંજ અને રાત્રે ઠંડીમાં લોકો ઠુઠવાવવા લાગ્યા છે. આ બધાની વચ્ચે હવે પ્રદુષણને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, ગુરુવારે દિલ્હીમાં સવારે તડકો રહેશે અને દિવસમાં હવામાન સાફ થઇ શકે છે. 


અત્યારે દિલ્હીમાં હવામાન બગડી રહ્યું છે, તાપમાન અને પ્રદુષણ બન્નેમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પ્રદુષણનુ લેવલ સતત વધી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે અહીં એક્યૂઆઇનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે, જે લોકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. શનિવારે આકાસમાં સામાન્ય વાદળો છવાયેલા રહેશે, નોઇડા અને ગુરુગ્રામમાં પણ હવામાન દિલ્હી જેવુ જ રહેશે, આ દરમિયાન તાપમાન 30 થી 32 ડિગ્રીની વચ્ચે અને ન્યૂનત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સીયસ રહી શકે છે. એક-બે દિવસ વાતાવરણમાં રાહત મળી શકે છે.


Pollution: દિલ્હીમાં ખતરનાક લેવલ પર પહોંચ્યુ પ્રદુષણ, સતત થઇ રહ્યો છે પ્રદુષણમાં વધારો - 
દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં ઝેર ભેળવાઇ રહ્યું છે. ગુરુવારે સવારે વાયુ પ્રદુષણ (Air Pollution) માં વધારે થઇ ગયો છે. કેટલાય વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 'ખતરનાક' લેવલ પર પહોંચી ગયુ છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)  અનુસાર, દિલ્હીના આઇટીઓ (ITO) માં વાયુ પ્રદુષણ ગુણવત્તા સૂચકાંક 'ખતરનાક' લેવલમાં 442 નોંધાયો છે, વળી, આનંદવિહારમાં પણ 'ખતરનાક' લેવલમાં 449 રેકોર્ડ કરવામાં આવ્યો છે. 


નોઇડા અને ગુરુગ્રામમાં પણ ખતરો -
બીજીબાજુ એનસીઆરના શહેરોમાં પણ વાયુ પ્રદુષણની સ્થિતિ એકદમ ખરાબ છે. નોઇડામાં એક્યૂઆઇના ખતરનાક લેવલમાં 408 અને ગુરુગ્રામમાં એક્યૂઆઇ ગંભીર લેવલમાં 382 નોંધવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે એક્યૂઆઇને શૂન્ય અને 50ની વચ્ચે 'સારુ', 51 અને 100 ની વચ્ચે 'સંતોષજનક', 101 અને 200 ની વચ્ચે 'મધ્યમ', 201 અને 300 ની વચ્ચે 'ખરાબ', 301 અને 400 ની વચ્ચે 'બહુજ ખરાબ' અને 401 અને 500 ની વચ્ચે 'ખતરનાક' લેવલમાં માનવામાં આવે છે.