પોરબંદર, દ્વારકા અને સોમનાથના દરિયાઇ માર્ગનો વિકાસ કરવામાં આવશે, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય
abpasmita.in | 10 Sep 2016 10:28 AM (IST)
નવી દિલ્લી: દિલ્લીમાં આજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. પ્રધાનમંત્રીના નિવાસસ્થાન 7-આરસીઆર ખાતે આજે સાંજે 4 કલાકે બેઠક મળશે. બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ અને ટ્રસ્ટના સચિવ પી.કે.લહેરી પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ અને આગામી પ્રોજેક્ટો અંગેની જાણકારી અને મંજૂરી અપાશે.