Aspergillosis:દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 11 હજારથી વધુ કેસ  નોંધાયા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત આ બીમારીથી સૌથી પીડિત રાજ્ય છે. હવે વડોદરાના ડોક્ટરે અસ્પરગિયલોસિસના નામથી જાણીતો જીવલેણ એક નવા  ફંગલ સંક્રમણનું ખુલાસો કર્યો છે.  



દેશ કોરોના વાયરસની મહામારીની સંક્રામક બીજી લહેર સામે લડી રહ્યો છે. આ દરમિયાન બીજી અન્ય બીમારી પણ ચિંતા વધારી રહી છે. આ સંક્રમણને કોવિડ-19 બાદની જટિલતા અથવા લક્ષણોનું નામ અપાઇ રહ્યું છે. બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ અને યેલો ફંગસ બાદ એક નવી મુશ્કેલીએ ડોક્ટરની ચિતા વધારી છે.  



આ બીમારીએ એ લોકોમાં જોવા મળી રહી છે. જે કોવિડ-19થી રિકવર થઇ ચૂક્યાં છે અથવા તો હાલ સંક્રમિત છે. જો કે, વ્હાઇટ ફંગસ અને યેલો ફંગસે બહુ વધુ લોકોને તેની ઝપેટમાં નથી લીધા. જો કે બ્લેક ફંગસથી લગભગ 11 હજાર લોકો સંક્રમિત થયાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની સંખ્યા સૌથી વધુ છે. જો કે હવે બ્લેક ફંગસની જેમ એક નવો ફંગલ સંક્રમણ એસ્પરગિલોસિસ પણ કોવિડ-19થી સાજા થયેલા લોકોમાં જોવા મળ્યો છે. 


મીડિયા રિપોર્ટ મુજબ વડોદરાના ડોક્ટરે ગુરૂવારે અસ્પરગિલોસિસના 8 કેસની જાણકારી આપી છે. સેન્ટર ઓફ ડીસીઝ એન્ડ પ્રિવેન્સન મુજબ એક પ્રકારની ફૂગના કારણે થતું આ સંક્રમણ છે. આ સંક્રમણ પણ શ્વસન  તંત્રને પ્રભાવિત કરે છે. જો કે તેના લક્ષણો અને ગંભીરતા અલગ અલગ હોઇ શકે છે.  


નબળી સિસ્ટમ અને ફેફસાંની બીમારીવાળા લોકોને આ બીમારીથી વધુ જોખમ રહે છે. જાણકારનું કહેવું છે કે. આ એસ્પરગિલસના કારણે થનાર સ્વાસ્થય સમસ્યાઓમાં એલર્જી, 
ફેફસાં સહિતનાં અંગોમાં સંક્રમણ  સામેલ છે. નબળી ઇમ્યુનિટીવાળા લોકો પલ્મોનરી એસ્પરગિલોસિસ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત છે. જો કે સાઇનસ પલ્મોનરી અસ્પોરગિલોસિસ ભાગ્યે જ રોગ છે. આ સિવાય અસ્પરગિલોસિસ એટલો ખતરનાક નથી જેટલી બ્લેક ફંગસની બીમારી છે. જો કે નિષ્ણાતનું કહેવું છે કે. તે વધુ ઘાતક થઇ શકે છે. 


કોવિડ-19 દર્દીઓમાં વિભિન્ન ફંગલ સંક્રમણના કેસમાં વૃદ્ધિની પાછળ સ્ટીરોઇડનો ઉપયોગ અને નબળી રોગપ્રતિકારક શક્તિને જવાબદાર ગણવામાં આવે છે. ઓક્સિજન સપોર્ટમાં વપરાતો ગૈર સ્ટેરીલ વોટર પણ  આ ઇન્ફેકશન માટે જવાબદાર છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. એસ્પરગિલોસિસ સૌથી વધુ ગંભીર ત્યારે બને છે. જ્યારે સંક્રમણ ફેફસાં., બ્રેઇન સાઇનસ અને હાર્ટ કિડની સ્કિન સુધી ફેલાઇ જાય છે.